ના તો કોઇ લિંક મોકલાઇ કે ના તો કોઇ કોલ આવ્યો, ખાતામાંથી લાખો ઉપડી ગયા !

24 November 2022 05:39 PM
Crime India
  • ના તો કોઇ લિંક મોકલાઇ કે ના તો કોઇ કોલ આવ્યો, ખાતામાંથી લાખો ઉપડી ગયા !

સુરક્ષામાં પણ છીંડા શોધી લેતા સાયબર ઠગો

નવી દિલ્હી,તા.24
આજકાલ ડિઝીટલ યુગમાં ડિઝીટલ ઠગોનો પણ ત્રાસ વધ્યો છે. જેઓ ઓનલાઇન લોકોના ખાતામાં ધાડ પાડી રકમ લુંટી જાય છે. ગમે તેટલી આ મામલે સિકયોરીટી રાખવામાં આવે, સાયબર ઠગો તેમાંથી રસ્તો કાઢી લેતા હોય છે. આવો જ એક કિસ્સો બહાર આવ્યો છે.

જેમાં કોઇ લિંક મોકલ્યા વિના કે કોલ કર્યા વિના સાયબર ઠગોએ એક વ્યકિતના ખાતામાંથી બે લાખ ઉપાડી અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કર્યાનો સનસનીખેજ બનાવ બન્યો છે.

ગગનહર કોતવાલી ક્ષેત્રમાં પ્રેમનગર ગલી નંબર એકમાં રહેતા એક યુવક કુલદીપ કુમારે જણાવ્યું હતું કે, તેણે પોતાનું ક્રેડીટ કાર્ડ બનાવ્યું છે. કયારેક કયારેક તેનો ઉપયોગ કરે છે. 14 નવે. તેના મોબાઇલ પર એક મેસેજ આવ્યો હતો. જે મુજબ તેના ખાતામાંથી બે લાખ આઠ હજાર નવસો ઉપડી ગયા હતા.

સાયબર ક્રાઇમનો ભોગ બનેલા પીડિતે જણાવ્યું હતું કે, તેને ના તો તેને કોઇનો કોલ આવ્યો હતો. ના તો કોઇ લિન્ક આવી હતી. તેમ છતા તેના ખાતામાંથી રકમ ઉપડી ગઇ હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement