બોમ્બે હાઈકોર્ટે દુષ્કર્મના આરોપીને જામીન આપ્યા, પીડિત કિશોરી પર કરી ટિપ્પણી

24 November 2022 05:42 PM
Crime India
  • બોમ્બે હાઈકોર્ટે દુષ્કર્મના આરોપીને જામીન આપ્યા, પીડિત કિશોરી પર કરી ટિપ્પણી

♦ બોમ્બે હાઈકોર્ટનો અનોખો ચુકાદો

♦ કિશોરી પોતાની મરજીથી યુવક સાથે હતી, તેની સાથે પ્રેમ હોવાની પણ વાત કરેલી: હાઈકોર્ટ

મુંબઈ તા.24
બોમ્બે હાઈકોર્ટે 15 વર્ષની એક કિશોરી પર દુષ્કર્મના કેસમાં 22 વર્ષના આરોપી યુવકને જામીન પર છોડી દીધો હતો, એટલું જ નહીં, હાઈકોર્ટે સગીરા પર જ ટિપ્પણી કરતા કહ્યું હતું કે કિશોરીને ખબર હતી કે યુવકની સાથે જવાથી શું પરિણામ આવશે.

મહિલા જસ્ટિસ ભારતી ડાંગરેએ 15 નવેમ્બરના પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, પીડિતા પોતાની ઈચ્છાથી તેની કાકીના ઘરે યુવક સાથે ગઈ હતી, કિશોરીએ યુવક સાથે પ્રેમ હોવાની પણ વાત કહી હતી. યૌન કૃત્યમાં તેની મરજી હતી કે નહીં એ તો પુરાવાના આધારે જ નકકી થશે.

પોકસો કાનૂનમાં આરોપી યુવકને જામીન આપતા હાઈકોર્ટે યુવક આરોપીને પીડિતાનો કોઈ સંપર્ક ન કરવા ઉપરાંત તેના ઘરની આસપાસ કે મહોલ્લામાં પણ ન જવાનું પણ કહ્યું છે.

અદાલતે જણાવ્યું હતું કે, આરોપી યુવક યુવાન છે. તેનો ઈનકાર ન થઈ શકે કે તે પ્રેમ-આસિકતના વશમાં આવી ગયો હોય યુવકની એપ્રિલ 2021માં ધરપકડ થઈ હતી, જેને હાઈકોર્ટે જામીન પર છોડી દીધો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement