દિલ્હીમાં ઈલેકટ્રોનિક માર્કેટમાં ભીષણ આગ ભભુકી: 100 દુકાનો ખાક

25 November 2022 11:34 AM
India
  • દિલ્હીમાં ઈલેકટ્રોનિક માર્કેટમાં ભીષણ આગ ભભુકી: 100 દુકાનો ખાક

આગથી જાનહાની નહીં, ભારે નુકશાન: 40 ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે

નવી દિલ્હી તા.25
અહીના ચાંદની ચોકમાં આવેલા ભાગીરથ પેલેસમાં ઈલેકટ્રોનીક માર્કેટમાં ગુરુવારે રાત્રે ભીષણ આગ ભભુકી ઉઠી હતી. આ આગની ઝપટમાં 100 જેટલી દુકાનો આવી ગઈ હતી. આ આગને બુઝાવવા ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી, આગના આ બનાવમાં જાનહાનીના કોઈ અહેવાલ નથી, પરંતુ દુકાનોનો સામાન બળીને ખાખ થઈ જતા વેપારીઓને ભારે નુકસાન થયું છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ હજુ સુધી આ આગ કાબૂમાં આવી નથી. આગ બુઝાવવા રિમોટ કંટ્રોલ ફાયર ફાઈટીંગ મશીનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પુર્વ કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન ઘટનાસ્થળે દોડી ગયા હતા. આગનું કારણ હજુ બહાર નથી આવ્યું. અનુમાન છે કે શોર્ટ સર્કીટથી આગ લાગી હોવી જોઈએ.


Related News

Advertisement
Advertisement
Advertisement