મોદીના ભાષણમાં પણ ‘ચાર બંગડી’વાળી ગાડી ચમકી

25 November 2022 11:52 AM
Elections 2022 Gujarat Politics
  • મોદીના ભાષણમાં પણ ‘ચાર બંગડી’વાળી ગાડી ચમકી

ગુજરાતમાં કિંજલ દવેનું ‘ચાર બંગડીવાળુ’ ગીત લોકપ્રિય બન્યું હતું અને લગનથી લઇને કોઇપણ ખુશાલીના સમારોહમાં તે ગવાતુ હતું પરંતુ તેમાં કોપીરાઈટનો વિવાદ થયો અને ભુલાઈ ગયું પણ નરેન્દ્ર મોદીએ હજી આ ગીત યાદ રાખ્યું છે.

ગઇકાલે સાણંદ અને ધોલેરામાં સભાને સંબોધતા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિસ્તારમાં ઔદ્યોગીકકરણ થયું અને ખેડૂતોની જમીન ઉદ્યોગ ક્ષેત્રએ કરોડોમાં ખરીદી તેનાથી ખેડૂતો માલામાલ થયા હોવાનો દાવો કર્યો છે.

તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે ખેડૂતો કોથળામાં રુપિયા ભરીને ચાર બંગડીવાળી ગાડી લાવ્યા છે. જો કે ટવીટર પર તેના જબરા જવાબ પણ મળ્યા અને કહેવાયું કે ખેડૂતોને જમીન વેચવી પડી છે તે ચિંતા કરતા નથી અને ચાર બંગડીવાળી ગાડીની વાત કરે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement