ગુજરાત બહારના પ્રચારકોમાં ભાજપ પછી આમ આદમી પાર્ટી નંબર ટુ

25 November 2022 11:56 AM
Elections 2022 Gujarat
  • ગુજરાત બહારના પ્રચારકોમાં ભાજપ પછી આમ આદમી પાર્ટી નંબર ટુ

આ ચૂંટણીમાં ભાજપે કેન્દ્રીય મંત્રીઓ જ નહીં પરંતુ રાષ્ટ્રીય નેતાઓ અને અનેક રાજ્યોમાં કે જ્યાં ભાજપની સત્તા છે ત્યાં પણ મુખ્યમંત્રીથી લઇ ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસ પક્ષમાં બહારનામાં ફક્ત રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને તેના કેટલાક સાથીદારો નજરે ચડી રહ્યા છે.

કોંગ્રેસ મોવડી મંડળે થોડાક નિરીક્ષકો મુક્યા છે પરંતુ તેઓ કેટલા એક્ટીવ છે તે પ્રશ્ર્ન છે જ્યારે આમ આદમી પાર્ટીએ તો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ગુજરાતમાં જ કેમ્પ કરાવી દીધો હોયતેવી સ્થિતિ છે.

દિલ્હીમાં સ્થાનિક ચૂંટણી હોવાથી અરવિંદ કેજરીવાલ અને મનીષ સીસોદીયા બંને વ્યસ્ત છે અને તેથી જ ભગવંત માન એક બાદ એક મત વિસ્તારમાં પોતે રેલીઓ કરી રહ્યા છે. આ ઉપરાંત પંજાબના અનેક કેબીનેટ મંત્રીઓ, બોર્ડ અને નિગમના વડાઓ અને ધારાસભ્યો પણ ગુજરાતમાં કેમ્પ કરીને બેઠા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement