ભાજપનો રેકોર્ડ : એક જ જિલ્લામાંથી 51 નેતાઓ સસ્પેન્ડ

25 November 2022 11:59 AM
Elections 2022 Gujarat Politics
  • ભાજપનો રેકોર્ડ : એક જ જિલ્લામાંથી 51 નેતાઓ સસ્પેન્ડ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત બાગીઓની ચિંતા છે. અને તેથી જ પહેલા પક્ષના સતાવાર ઉમેદવાર સામે ફોર્મ ભરનાર નેતાઓને સસ્પેન્ડ કર્યા હતા તેમને ટેકેદારો પણ સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. પાદરા અને વાઘોડીયામાં પક્ષને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ નડશે તેમ મનાય છે.

મધુ શ્રીવાસ્તવ ભલે વાઘોડીયામાંથી ચૂંટણી લડે છે પણ પાદરા બેઠકમાં તેણે ભાજપના બાગી દિનુ પટેલને પણ અને સાવલીમાંથી કુલદીપસિંહ રાઉલને ટેકો આપીને પોતાના સેંકડો ટેકેદારોને આ વિસ્તારમાં મોકલી આપ્યા છે તેથી ભાજપે ગઇકાલે પાદરા અને વાઘોડીયામાંથી પક્ષના 51 લોકોને સસ્પેન્ડ કર્યા.

જેમાં પાદરા નગરપાલિકાના 10 સભ્યોનો પણ સમાવેશ થાય છે અને મધુ શ્રીવાસ્તવની પુત્રી નિલમ શ્રીવાસ્તવને પણ સસ્પેન્ડ કર્યા છે.થોડા દિવસ પહેલા જે રીતે બાયડમાંથી ધવલસિંહ ઝાલાને સસ્પેન્ડ કરાયા તેના કારણે અલ્પેશ ઠાકોર નારાજ છે.

કારણ કે બંને એકસાથે જ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં આવ્યા હતા અને પેટાચૂંટણી લડ્યા, બંને હાર્યા અને ફરી ટીકીટ માગી તો પણ એકલા અલ્પેશ ઠાકોરને માંડ માંડ ગાંધીનગર દક્ષિણની ટીકીટ મળી અને તેથી જ અલ્પેશ ઠાકોર પણ ઇચ્છે છે કે ધવલસિંહ જીતી જશે તો વિધાનસભામાં તેને કોઇ સાથીદાર પણ મળશે.


Related News

Advertisement
Advertisement
Advertisement