(જીગ્નેશ ભટ્ટ)
મોરબી તા.25
મોરબીના વાઘપરા વિસ્તારમાં રહેતા અને મોબાઇલ રીપેરીંગનુ કામ કરતાં યુવાને ધંધા માટે અને અને વ્યાજખોરોના વ્યાજ ચૂકવવા માટે જુદાજુદા 12 શખ્સો પાસેથી પાંચ ટકાથી લઈને 20 ટકા સુધીના ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા અને અમુક રકમ ચૂકવી પણ દીધી હતી તો પણ વ્યાજખોરો દ્વારા તેની દુકાને અને ઘરે આવીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી જેથી આપઘાતનો પ્રયાસ કરતાં તેના ભાઈએ તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પીટલમાં ખસેડયો હતો સારવાર લીધા બાદ યુવાને 12 વ્યાજખોરો સામે નામ જોગ ફરિયાદ નોંધાવી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાઘપરા શે.નં. 10 ભારત નિવાસ મકાનમાં રહેતા અને મોબાઇલ રીપેરીંગનુ કામ કરતાં રાજેશભાઇ તુલસીભાઇ ભોજવાણી સીંધી (41)એ દિપક ગોગરા બોરીચા રહે. વાઘપરા શેરી નં. 15 ફારૂક જેડા રહે. ઉમા ટાઉનશીપની સામે મુકેશ મોચી રહે. રણછોડનગર નવલખી રોડ, નરેન્દ્રસિંહ જાડેજા રહે. મોરબી, દિવ્યરાજસિંહ જાડેજા રહે.
મોરબી, રમેશ ભરવાડ રહે. વાવડી રોડ મોરબી, લાલા ભરવાડ રહે. વાવડી રોડ, જીતુ શર્મા, ડેવીડ અનીલભાઇ રાજા (ઠક્કર) રહે. રવાપર રોડ સિધ્ધી વિનાયક એપાર્ટમેન્ટ, અશ્ર્વીન પટેલ (રાજ મોબાઇલ જડેશ્ર્વર મંદીર પાસે) રહે. મોરબી, શિવુભા રહે.પરસોતમ ચોક અને વિરૂભા રહે. શનાળા રોડ બસ સ્ટેશનની સામે મનાલી હોટલની બાજુમાં મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, રવાપર રોડ જી.એમ.કોમ્પલેક્ષ તથા તેના ઘરે આવીને વ્યાજ તેમજ મુદલની વ્યજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી જેથી તે ઝેરી દવા પી ગયો હતો અને તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો
યુવાને જે ફરિયાદમાં જણાવ્યું છે કે, બે વર્ષના સમયગાળામાં ધંધા માટે તેમજ વ્યાજના ચક્રમાંથી નીકળવા માટે તેને આ તમામ શખ્સો પાસેથી સમયાંતરે પાંચ ટકાથી લઈને 20 ટકા સુધીના ઊંચા વ્યાજે રૂપિયા લીધેલ હતા અને તે રકમ કુલ મળીને 7.10 લાખ રૂપિયા થાય છે જેની સામે અમુક રકમ ચૂકવી દીધી છે તો પણ આરોપીઓ તેની પાસેથી ઉચા વ્યાજ સહિતની રકમની પઠાણી ઉઘરાણી કરતાં હતા અને તેની દુકાને અવાર નવાર આવતા હતા જેથી કરીને તેને દુકાન બંધ કરી દીધી હતી તો આ શખ્સો તેના ઘરે આવીને ગાળો આપતા હતા અને અલગ અલગ બેંકના કોરા ચેકમાં બળજબરીથી સહીઓ કરાવી લઇ ગયેલ છે અને વ્યાજ સહીત રૂપીયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
શનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગમાં બેસીને યુવાને ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે આયુષ હોસ્પિટલમાં લઈને ગયા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે એ ડીવીઝન પોલીસે કલમ 384, 504, 506(2), 114 તથા ધી ગુજરાત મનીલેન્ડર્સ એકટ-2011 ની કલમ 5, 40, 42 મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ