19 બળવાખોરો ભાજપનું ગણીત કેટલુ બગાડશે ? અનેક બેઠકો પર સત્તાવાર ઉમેદવાર સામે કાર્યકર્તાઓ પણ અસંતુષ્ટ

25 November 2022 12:00 PM
Rajkot Elections 2022 Politics
  • 19 બળવાખોરો ભાજપનું ગણીત કેટલુ બગાડશે ? અનેક બેઠકો પર સત્તાવાર ઉમેદવાર સામે કાર્યકર્તાઓ પણ અસંતુષ્ટ

♦ ત્રણ બાગીઓએ કોંગ્રેસની ટીકીટ પર ઝંપલાવ્યું તો એક ‘આપ’ની સાથે ગયા

♦ મધુ શ્રીવાસ્તવ બળવાખોરોના ‘મોડેલ’ બની ગયા હોય તેવી સ્થિતિ : બરોડા ડેરીના બે-બે ડીરેક્ટર બાગી બન્યા

રાજકોટ,તા.25
હિમાચલ પ્રદેશમાં ભાજપને બાગીઓની ચિંતા છે જ અને હવે ગુજરાતમાં પણ સતાવી રહી છે. ફક્ત બાગીઓ જ નહીં ભાજપે અનેક બેઠકો પર જે રીતે ટીકીટોની વહેચણી કરી છે તેનાથી પક્ષમાં આંતરિક અસંતોષના કારણે પણ ડેમેજની ચિંતા છે.હિમાચલ માટે અત્યારથી જ ભાજપે ડેમેજ કરવા તૈયાર કરી રહી લીધી છે અને ગુજરાત કરતાં હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની ક્ષમતા વધુ છે અને તેથી આ રાજ્યમાં પક્ષને ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ આશાવાદી છે પણ ગુજરાતમાં કોંગ્રેસને સત્તા મળે તો ચમત્કાર જ ગણાશે.

આ સ્થિતિ વચ્ચે ભાજપના ત્રણ બળવાખોરો ખતુભાઈ પગી (શહેરા સીટ), છત્રસિંહ ગુંજારીયા (ધ્રાંગધ્રા) અને કુલદીપ રાઉલ (સાવલી) સીટમાં કોંગ્રેસની ટીકીટ પર ચૂંટણી લડી રહ્યા છે. રાઉલજીએ બરોડા ડેરીના ડીરેક્ટર છે અને સાવલીમાં તેઓ લોકપ્રિયતા ધરાવે છે. તેઓએ 2009માં અપક્ષ તરીકે ચૂંટણી જીતી હતી બાદમાં 2012માં ભાજપમાં જોડાયા અને 2017માં તેઓ ભાજપની ટીકીટ પર વિજેતા બન્યા. આ ઉપરાંત પારડીમાં ભાજપના બાગી કેતન પટેલ પણ ચૂંટણી લડી રહયા છે.પાદરા વિધાનસભા બેઠકપર દિનેશ પટેલ કે દિનુમામાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી.

આ બેઠક ભાજપની ગઢ ગણાય છે. 1985 પછી 2017 સુધી આ બેઠક ભાજપે જીતી હતી. 2017માં કોંગ્રેસના જશપાલસિંહ ઠાકોર 20,000 મતે જીત્યા અને બરોડા ડેરીમાં તેઓ ચેરમેન પણ છે. તેઓએ 2007માં અપક્ષ તરીકે ચૂંટણી જીતી, 2012માં ભાજપમાં ભળ્યા જ્યારે એક સમયે ફિલ્મી કલાકાર તરીકે પણ જાણીતા બનેલા મધુ શ્રીવાસ્તવ તો ભાજપનો સૌથી જાણીતો બળવાખોર ચહેરો છે. શ્રીવાસ્તવ છ વખત આ બેઠક જીતી ચૂક્યા છે.

આ ઉપરાંત બે વખતના ધારાસભ્ય અને આદિવાસી સેલના ચેરમેન હર્ષદ વસાવા હવે નાંદોડ બેઠક પરથી અપક્ષ લડી રહ્યા છે. આ ઉપરાંત લુણાવાડામાં ભાજપે એસ.એમ. ખાંટને સસ્પેન્ડ કર્યા અને તેઓ હવે ભાજપના જગદીશ સેવક સામે ચૂંટણી લડી રહ્યા છે.

મહેસાણા જિલ્લો કે જે ભાજપનો ગઢ ગણાતો હતો તેમાં પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા અને ગાંધીનગર એ ઉતર ગુજરાતમાં ભાજપે નેતાઓને સસ્પેન્ડ કરવામાં કોઇ કસર છોડી નથી. ધવલસિંહ ઝાલા છેલ્લે બાયડ બેઠક માટે ચૂંટણી લડવા આતુર હતા પણ હવે તેઓ અપક્ષ લડે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement