તા. 28ના સાંજે રાજકોટમાં મોદીની રેસકોર્સમાં જંગી જાહેરસભા

25 November 2022 12:03 PM
Rajkot Politics
  • તા. 28ના સાંજે રાજકોટમાં મોદીની રેસકોર્સમાં જંગી જાહેરસભા

પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારના અંતિમ 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના શહેરી વિસ્તારોને આવરી લેવા તૈયારી : જામનગરમાં પણ સભાને સંબોધશે : તા. 29એ જાહેર પ્રચાર બંધ થશે

રાજકોટ,તા. 25
ગુજરાતમાં ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 28ના રોજ સાંજે 6 વાગે રાજકોટના રેસકોર્સ મેદાનમાં જંગી જાહેરસભાને સંબોધન કરશે. શ્રી મોદી ગુજરાતમાં તેના અંતિમ તબક્કાના પ્રચારમાં તા. 28ના રોજ સૌરાષ્ટ્રમાં જામનગર, રાજકોટ સહિતના જિલ્લાઓને આવરી લેશે અને તા. 29ના પણસાંજે 5 વાગ્યે પ્રચારના પડઘમ બંધ થાય તે પૂર્વે વધુ સભાઓ યોજે તેવી શક્યતા છે.

પ્રથમ તબક્કામાં તા. 1ના રોજ મતદાન થવાનું છે અને તા. 29 નવેમ્બરે સાંજે 5 વાગ્યા સુધી જાહેર પ્રચારની છૂટ રહેશે જેના કારણે શ્રી મોદી તા. 28ના રોજ રાજકોટમાં પ્રચાર કર્યા પૂર્વે જામનગરમાં એક સભાને સંબોધીત કરશે.

ટોચના સુત્રોના જણાવ્યા મુજબ ગ્રામ્ય વિસ્તારોને આવરી લેતી બેઠકો પર પ્રચાર કરી રહેલા શ્રી મોદી અંતિમ તબક્કામાં ભાજપના ગઢ ગણાતા સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં શહેરી વિસ્તારોને પ્રચારમાં જોડાશે. રાજકોટમાં શ્રી મોદીએ ચૂંટણીની જાહેરાત પૂર્વે જબરો રોડ-શો અને અનેક વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું. હવે તેઓ પ્રચાર માટે પ્રચાર માટે પહોંચી રહ્યા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement