પ્રિયંકા વગર જ કોંગ્રેસના પ્રચારનો અંત આવશે ? રાહુલ પણ એક જ વખત આવ્યા

25 November 2022 12:04 PM
Elections 2022 India Politics
  • પ્રિયંકા વગર જ કોંગ્રેસના પ્રચારનો અંત આવશે ? રાહુલ પણ એક જ વખત આવ્યા

કોંગ્રેસ પક્ષ ખરેખર ગુજરાતમાં તેના ઉમેદવારો ખુદની ક્ષમતા પર જ ચૂંટણી લડી રહ્યા છે તે નિશ્ચિત થયું છે. પક્ષના કોઇ રાષ્ટ્રીય નેતાઓ ભાગ્યે જ પ્રચારમાં જોડાયા છે. રાહુલ ગાંધી ફક્ત એક દિવસ રાજકોટ-મહુવામાં સભાઓને સંબોધી ગયા અને પ્રિયંકા ગાંધી આવી રહ્યા છે...આવી રહ્યા છે તેવી જબરી ચર્ચા હતી પરંતુ તેઓ પહોંચ્યા નથી અને હવે જ્યારે પ્રચાર અંતિમ તબક્કામાં છે. ત્યારે પ્રિયંકા ગાંધી આવશે કે કેમ તે પ્રશ્ન છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લીકાર્જુન ખડગે તો તેમની પ્રથમ ફરજ ગુજરાતમાં પક્ષને નેતૃત્વ આપવાની હતી તે પણ ચૂકી ગયા છે. આમ વિધાનસભા ચૂંટણીમાં કોઇપણ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ ચૂંટણીથી દૂર રહ્યા હોય તેવી આ પ્રથમ ચૂંટણી બનશે અને કોંગ્રેસના ઉમેદવારોને ભંડોળમાં પણ કટકી થયાના ગઇકાલે સમાચાર હતા.

પક્ષ દ્વારા ઉમેદવારને મોકલાયેલા ભંડોળમાં ગાંધીનગરથી કે પછી કોઇ વચેટિયાએ ઓછામાં ઓછા 15 થી 20 ટકા કાપી લીધા હતા અને પૂરેપૂરી સહી કરાવી છે તેવી ફરિયાદ આવી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement