► અનેક પુલ, રસ્તા સહિતના કરાવેલા કામો લોકોને યાદ છે: ઘોડા પર બેસાડીને ફુલડે વધાવતા મતદારો
સાવરકુંડલા તા.25
વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના કોંગ્રેસ ઉમેદવાર પ્રતાપભાઈ દૂધાતે જનસંપર્ક સાથે પ્રચાર વેગવંતો બનાવ્યો છે.
પ્રતાપભાઈ દુધાતે લીલીયા તાલુકાના કલ્યાણપર, પાંચતલાવડા, ગુંદરણ, હાથીગઢ, સાજણટીંબા, અંટાળીયા, બવાડી, બવાડા, ઈંગોરાળા, સનાળીયા, પૂતળીયા, મોટા કણકોટ, પીઠવડી સહિતના ગામોમાં જનસંપર્ક કરી જન આશીર્વાદ મેળવ્યા હતા. જેમાં ગામેગામ ભવ્યથી ભવ્ય આવકાર આપી ઘોડા પર બેસાડી સભા સ્થળ સુધી લઈ જઈ પ્રતાપભાઈ દુધાતનું ઉષ્માભેર સ્વાગત કયુર્ં હતું.
જનસંપર્ક દરમિયાન ગામો ગામ લોકો પ્રતાપભાઈ દુધાતના કોરોના કાળ, તૌકતે વાવાઝોડા સહિત સરકારી યોજનાઓ, ગામડાના કાચા માર્ગોને પાકા ડામર રોડ બનાવવા અને અનેક પુલ અને કામો મંજુર કરાવવા સહિતના કામોને વખાણી રહ્યા છે. જેને લઈ ગ્રામજનો પ્રતાપભાઈ દુધાતને જંગી બહુમતીથી જીત અપાવવાની ખાત્રી આપી રહ્યા છે. લોકોના કામો તેમની જાગૃતતાથી પુરા થતા આવ્યા હોવાથી ગ્રામજનોમાં ખુશી જોવા મળી રહી છે.
આ જન આશીર્વાદ દરમિયાન પ્રતાપભાઈ દુધાત સાથે સાવરકુંડલા તાલુકા પ્રમુખ ખોડભાઈ માલવીયા, બહાદુરભાઈ બેરા, નીતિનદાદા ત્રિવેદી, દકુભાઈ બુટાણી, ભીખાભાઈ દેવાણી, દિનેશભાઈ ધોરાજીયા, જીવરાજભાઈ પરમાર, રમેશભાઈ પરમાર, વિજયભાઈ, ભનુભાઈ દુધાત, શાંતિભાઈ, કિશોરભાઈ સહિતના કાર્યકર મિત્રો જોડાયા હતા.