જુનાગઢ તા.25
થોડા દિવસ પહેલા જુનાગઢ 66 કેવી સબ સ્ટેશનમાંથી 30 હજારની કિંમતના વાયર ચોરી કરનાર બે ઈશમોને ક્રાઈમ બ્રાંચે દબોચી લીધા હતા. રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા, ડીએસપી રવિ તેજા વાસમશેટીએ આપેલી સુચના અનુસાર આ ચોરીની તપાસ ક્રાઈમ બ્રાંચે હાથ ધરતા પંચેશ્ર્વરનો સુનીલ કાળુ સોલંકી અને ભારત મીલના ઢોરા પાસેના સંજય નાનજી સોલંકીને ભેસાણ ચોકડી પાસેથી દબોચી લીધા હતા.
વધુ ચોરીનો અંજામ આપે તે પહેલા પોલીસના સકંજામાં બાતમીના આધારે અને સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે દબોચી લીધા હતા. તેઓ રીક્ષા નં. જીજે 6વી 4288 સાથે ઉભા હતા જે રીક્ષા પણ પોલીસે કબજે કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે ફોન, વાયર રોકડ રૂા.500 સહીત કુલ 33,625નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.