(કેશુભાઈ માવદીયા) માધવપુર,તા. 24
પોરબંદર જિલ્લાનાં અતિ પછાત માધવપુર (ઘેડ) ગામે દર માસે રણછોડદાસજીબાપુ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પ યોજાઈ રહ્યો છે. ગઇકાલે તા. 22મીના રોજ મહેર સમાજની વાડીમાં નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પમાં માધવપુર અને આસપાસનાં ગામોના 240 દર્દીઓએ લાભ લઇ આંખોનું નિદાન-સારવાર કરાવતા 120 દર્દીઓ ઓપરેશનલાયક જણાતા વિનામુલ્યે ઓપરેશન માટે લઇ જવાયા હતા અને ઓપરેશન બાદ પરત લાવવામાં આવ્યા હતા.
આ કેમ્પને સફળ બનાવવા માનવતા પરિવારનાં મહેન્દ્રભાઈ જોષી, પ્રવિણભાઈ વાંજા, હસમુખભાઈ ભુવા, રાજુભાઈ વાજા અને સેવાભાવી બહેનોએ જહેમત ઉઠાવી હતી.
મીની મેળો યોજાયો
માધવપુર ઘેડ ગામે મેળાનાં ગ્રાઉન્ડમાં અમાસ દિને રાહત દરે જીવન જરુરી ચીજવસ્તુઓની ખરીદી માટે મીની મેળો યોજાતા ગરીબ જરુરિયાતમંદ લોકોએ ખરીદી કરી હતી.