ઑકલેન્ડ વન-ડે: ધવન-ગીલ-શ્રેયસની ફિફટી: ભારતે ન્યુઝીલેન્ડને આપ્યો 307 રનનો લક્ષ્યાંક

25 November 2022 12:22 PM
India Sports
  • ઑકલેન્ડ વન-ડે: ધવન-ગીલ-શ્રેયસની ફિફટી: ભારતે ન્યુઝીલેન્ડને આપ્યો 307 રનનો લક્ષ્યાંક

ગીલ-ધવન વચ્ચે 124 રનની ભાગીદારી: પંત-સૂર્યકુમાર ફેઈલ: શ્રેયસ અય્યરે 76 બોલમાં 80 તો વોશિંગ્ટન સુંદરે 16 બોલમાં ઝૂડ્યા 36 રન: સાઉધી-ફર્ગ્યુસનની ત્રણ-ત્રણ વિકેટ

નવીદિલ્હી, તા.25
ભારતે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ઑકલેન્ડ વન-ડેમાં પહેલાં બેટિંગ કરતાં નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટે 306 રન બનાવ્યા હતા. આ દરમિયાન શ્રેયસ અય્યર, શિખર ધવન અને શુભમન ગીલે ફિફટી ફટકારી હતી. ન્યુઝીલેન્ડ વતી લોકી ફર્ગ્યુસન અને ટીમ સાઉધીએ સૌથી વધુ ત્રણ-ત્રણ વિકેટ ખેડવી હતી.

ટોસ હારીને પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને શિખર ધવને અને શુભમન ગીલની જોડીએ ધમાકેદાર શરૂઆત આપી હતી. ભારતને પહેલો ઝટકો શુભમન ગીલના રૂપમાં 124 રનના સ્કોર પર લાગ્યો હતો. લૉકી ફર્ગ્યુસને તેને 50 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કરી પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ પછી સાઉધીએ કેપ્ટન શિખર ધવનની વિકેટ લઈને ભારતને બેકફૂટ પર ધકેલ્યું હતું. ધવને 72 રન બનાવ્યા હતા.

ભારતને ત્રીજો ઝટકો લૉકી ફર્ગ્યુસને 33મી ઓવરમાં ઋષભ પંતને આઉટ કર્યો હતો. પંત 15 રન બનાવી બોલ્ડ થયો હતો. આ ઓવરમાં ફર્ગ્યુસને સૂર્યકુમાર યાદવને પણ ચાર રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. ભારતને પાંચમો ઝટકો એડમ મિલ્નેએ 254 રન પર સંજુ સેમસનને આઉટ કરીને આપ્યો હતો. સેમસન 36 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. સેમસન અને અય્યર વચ્ચે પાંચમી વિકેટ માટે 94 રનની ભાગીદારી કરી હતી.

જો કે અંતમાં શ્રેયસ અય્યર અને વોશિંગ્ટન સુંદરે ધમાકેદાર બેટિંગ કરીને ટીમના સ્કોરને 300 પાર પહોંચાડ્યો હતો. શ્રેયસ અય્યરે 76 બોલમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 80 તો વોશિંગ્ટન સુંદરે 16 બોલમાં ત્રણ છગ્ગા-ત્રણ ચોગ્ગાની મદદથી 36 રન બનાવ્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement