પાકિસ્તાનથી આવી ભારતીય નાગરિક બનેલી મહિલા પ્રથમ વખત ચૂંટણીમાં મતદાન કરશે

25 November 2022 12:24 PM
Junagadh
  • પાકિસ્તાનથી આવી ભારતીય નાગરિક બનેલી મહિલા પ્રથમ વખત ચૂંટણીમાં મતદાન કરશે

2021માં કલેકટરે ભારતીય નાગરિકતાનો પત્ર આપ્યો હતો

જુનાગઢ તા.25
પાકિસ્તાનના મીરપુરમાં જન્મેલા મહિલાના લગ્ન જુનાગઢના યુવાન સાથે થયેલ અને તેઓને પાકિસ્તાનમાંથી આવ્યાને 21 વર્ષ બાદ ભારતીય નાગરીકતા મળી ગયેલ, આગામી વિધાનસભા ચુંટણીમાં તેઓ પ્રથમવાર ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ મતદાન મથકમાં મત આપશે.

પાકિસ્તાનમાં જન્મેલા અનેક લોકો ભારતમાં આવી વસવાટ કરે છે તેઓને અગાઉ કેન્દ્ર સરકારે ભારતની નાગરિકતા આપી હતી આ પ્રક્રિયા જટીલ હોવાથી સરકારે આ સત્તા રાજય સરકારને સોંપી હતી. જે અંતર્ગત 1988માં પાકિસ્તાનના મીરપુરમાં જન્મેલા અને 1998માં ભારત આવેલા હેમાબેનને 2014માં જુનાગઢના મનીષભાઈ આહુજા સાથે લગ્ન કર્યા હતા. તેઓએ ભારતીય નાગરિકતા માટે અરજી કરેલ જે રાજય સરકારને નાગરિકતા આપવાની સત્તા સોંપ્યા બાદ 2021ના વર્ષમાં ધનતેરસના દિવસે જુનાગઢના તે સમયના કલેકટર ડો. સૌરભ પારધીએ હેમાબેન મનીષભાઈ આહુજાને જુનાગઢ જીલ્લામાં સૌ પ્રથમ ભારતીય નાગરિકતા પત્ર અર્પણ કર્યો હતો.

આ અંગે હેમાબેનના સસરા વિરભાણભાઈ આહુજાના જણાવ્યા મુજબ મારા પુત્રવધુ ભારતીય નાગરિક બન્યા બાદ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગાંધીગ્રામ વિસ્તારમાં પ્રથમ વખત મતદાન કરશે. હેમાબેનના જણાવ્યા મુજબ પાકિસ્તાનમાં મહિલાઓ માટે બંદિશ છે ભારતમાં મહિલાઓ એકીલ અને બાળકો સાથે જઈ આવી શકે છે કોઈ ડર નથી મને પ્રથમવાર મત આપવાનો અવસર મળ્યો છે હું બહુજ ખુશ છું.


Advertisement
Advertisement
Advertisement