ગુગલ ડ્રાઈવની મદદથી દુનિયાની સંસ્થાઓના ડેટામાં છીંડા કરી તસ્કરી કરતા ચીની હેકર્સ

25 November 2022 12:25 PM
India
  • ગુગલ ડ્રાઈવની મદદથી દુનિયાની સંસ્થાઓના ડેટામાં છીંડા કરી તસ્કરી કરતા ચીની હેકર્સ

ગલવાન અથડામણ બાદ ચીનના સાયબર એટેક વધ્યા

► અમેરિકી સાયબર, સિકયોરિટી ફર્મ ટ્રેન્ડ માઈક્રોના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી તા.25
ચીન દુનિયાભરના સરકારી, સંશોધન અને શૈક્ષણિક સંસ્થાઓમાં છીંડા પાડી રહ્યું છે. આ ચીની હેકર ગુગલ ડ્રાઈવમાં છુપાયેલા માલવેર ડાઉનલોડ કરવા દરમિયાન લાલચ આપનારા ઈ-મેલથી જાસુસી કરે છે અને ડેટા ચોરે છે. અમેરિકી સાયબર સિકયોરીટી ફર્મ ટ્રેન્ડ માઈક્રોના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.

સંશોધકોએ માર્ચથી ઓકટોબર સુધી હેકીંગની દેખરેખ રાખી હતી. આ દરમિયાન જાણવા મળ્યું કે હેકરનો સમૂહ (અર્થ પ્રીટા) સાઈબર હુમલો કરતો રહ્યો. ઓસ્ટ્રેલિયા, જાપાન, તાઈવાન, મ્યાનમાર, ફિલીપાઈન્સના સંસ્થાનોને સૌથી વધુ નિશાન બનાવાયા. નોર્ટન અનુસાર ભારતમાં દરરોજ બે લાખ સાયબર હુમલા નોંધાયા છે.

ગલવાન અથડામણ બાદ ચીની સાયબર હુમલા વધ્યા: ભારતમાં સાયબર હુમલાઓ પર નજર રાખતી સંસ્થા ઈન્ડીયા ફયુચર ફાઉન્ડેશનના રિપોર્ટ અનુસાર, ગલવાન અથડામણ બાદ ભારતીય સાયબર સ્પેસ પર ચીન દ્વારા 40,300 વાર સાયબર હુમલા થયા હતા. આ હુમલામાં 200 ટકાનો વધારો માત્ર ગલવાન હિંસાના એક મહિનામાં આ હુમલા થયા. આ સાયબર એટેકનું લક્ષ્ય સંવેદનશીલ જાણકારી ચોરવાનું હતું.


Related News

Advertisement
Advertisement
Advertisement