જુનાગઢ તા.25
આગામી 1 ડીસેમ્બર વિધાનસભા ચૂંટણીના દિવસે જુનાગઢ જીલ્લામાં 11442 દિવ્યાંગ મતદારો માટે 90 વ્હીલચેરની વ્યવસ્થા ક્રવામાં આવનાર છે. ઉપરાંત મુકબધીર મતદારો માયહે સાઈન ભાષા જાણતા બે નિષ્ણાંતોની નીમણુંક કરવામાં આવી છે. તે કેશોદ અને જુનાગઢના બીઆરસી ભવન ખાતે હાજર રહેશે.
જુનાગઢ જીલ્લામાં 12.72 લાખથી વધુ મતદારો નોંધાયેલા છે તેમાંથી 11615 મતદારો દિવ્યાંગો છે. 173 જેટલા દિવ્યાંગ મતદારો બેલેટ પેપરથી મતદાન કરવાનું પસંદ કયુર્ં છે. જયારે 11442 દિવ્યાંગ મતદાર તા.1 ડીસેમ્બરના મતદાન મથક પર જઈ મત આપશે. આ મતદારોને તકલીફ ન પડે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવશે. જુનાગઢ વિધાનસભામાં 20 માણાવદર, 8 વિસાવદર 37 વિસાવદર, કેશોદમાં 15 અને માંગરોળમાં 10 મળી કુલ 90 જેટલી વ્હીલચેર રાખવા માટેની વ્યવસ્થા કરવામા આવી છે.
ઉપરાંત મુકબધીર મતદારો મત આપી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, મતદાન કરતી વખતે કોઈ સમસ્યા ન થાય તે માટે ચુંટણીતંત્ર દ્વારા સાઈન ભાષા જાણતા બે નિષ્ણાંતોની નિમણુંક કરી છે જેમાં નિષ્ણાંતો કેશોદ-જુનાગઢ બીઆરસી ભવન ખાતે હાજર રહેશે અને મુકબધીર મતદારોને કોઈ પ્રશ્ર્ન કે સમસ્યા હશે મતદાન મથક પરનો સ્ટાફ વિડીયો કોલ કરી આ નિષ્ણાતો મદદ લેશે.