જુનાગઢ, તા. 25
ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થયાને આજે ર0 દિવસ થઇ ગયા છે. જેમાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા. જંગલના રસ્તે ઠેર ઠેર કચરાના ગંજ ખડકાયા
હતા. જેની સફાઇ સાથે કરવા છતાં હજુ કચરાના ઢગ પડયા છે. જંગલ ખાતાએ 6 સંસ્થાઓને સફાઇ માટે મંજુરી આપી છે. રોજનો પ00 કિલો કચરો નીકળી રહ્યો છે. હજુ 1પ દિવસ સુધી સફાઇ કામ ચાલશે આગામી દિવસોમાં 1પ જેટલી સંસ્થાઓને સફાઇ માટેની મંજુરી આપવામાં આવશે. સફાઇ દરમ્યાન વાંધાજનક ચીજવસ્તુઓ, દારૂની બોટલો પણ મળી રહી છે.
બે વર્ષ બાદ લીલી પરિક્રમા આ વર્ષે શરૂ કરાતા 1ર લાખ યાત્રિકો ગિરનારના જંગલમાં આવ્યા હતા જે 36 કિ.મી.ની યાત્રાના રૂટમાં કચરા-ગંદકીના ગંજ ખડકાયા હતા. પ્લાસ્ટીક અંદર જતા અટકાવાયું હતું છતાં પ્લાસ્ટીકના ગંજ ખડકાયા છે.
હાલ કચરો એકત્રીત થઇ રહ્યો છે તેને વન વિભાગ ટ્રેકટર-મેટાડોરમાં મનપા જુનાગઢને સોંપવામાં આવી રહ્યા છે. જેનો મનપા જુનાગઢ નિકાલ કરી રહી છે. ગિરનારની પરિક્રમા ધાર્મિક માટે મહત્વની છે. છતાં અમુક છેલબટાઉ યાત્રાને બદલે મોજ માણવા આવતા હોય તેમના દ્વારા દારૂની ખાલી બોટલો, અન્ય વાંધાજનક ચીજવસ્તુઓ ફેંકવામાં આવેલી જોવા મળી રહી છે. જે સફાઇમાં મળી આવી રહી છે.