મૃતકોને 10-10 લાખ આપો: જ્ઞાતિ-જાતિ કેમ લખી? બધા સરખા છે-હાઇકોર્ટ

25 November 2022 12:46 PM
Morbi
  • મૃતકોને 10-10 લાખ આપો: જ્ઞાતિ-જાતિ કેમ લખી? બધા સરખા છે-હાઇકોર્ટ

મોરબી પુલ દુર્ઘટનામાં સરકાર પર તડાપીટ ચાલુ: ત્રણ હજારમાં બાળકોનો સ્કુલ ખર્ચ પણ ન નીકળે: ઇજાગ્રસ્તોને પણ સહાય વધારવા આદેશ

મોરબી તા.25
મોરબી ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટનાને લઈને ગઇકાલે હાઇકોર્ટેમાં સૂઓમોટો અને જાહેર હિતની અરજી પર સુનાવણી થઇ છે. ત્યારે પુલ દુર્ઘટનામાં સરકારે જાહેર કરેલી સહાયની રકમથી ગુજરાત હાઈકોર્ટ નારાજ થઈ છે જે ઘરમાં એક માત્ર કમાનાર અને મોતને ભેટનાર યુવકોના પરિવારને ચાર લાખ નહીં દસ લાખનું વળતર ચુકવવું જોઈએ તેવું કહ્યું હતું અને આ કેસની હવે આગામી 12 તારીખે સુનાવણી હાથ ધરાશે.

હાઈકોર્ટેમાં જે સુનાવણી કરવામાં આવી હતી ત્યારે હાઇકોર્ટમા ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે આ ઘણામાં મૃત્યુ પામેલા લોકોમાંથી કેટલાકના નામ લઈને તેની ઉમર પણ જણાવી હતી અને ખાસ કરીને 30થી 40 વર્ષના ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે જે ઘરના એક માત્ર કમાનાર હોઈ શકે. ત્યારે મૃતકોને ચાર લાખનું વળતર પૂરતું નથી. જેનાથી અમને સંતોષ નથી. કોર્ટે પ્રાથમિક રીતે કહ્યું હતું કે, સરકારે ઓછામાં ઓછું 10 લાખનું વળતર ચૂકવવું જોઈએ. અને જે લિસ્ટ મૃતકોનું બનાવ્યું છે તેમાં મૃતકોની જ્ઞાતિ જાતિ લખવામાં આવી હતી જેથી તે બાબતે પૂછયું હતું અને કહ્યું હતું કે, તમામ મૃતકો સમાન છે.

મોરબીમાં જુલતો પુલ તૂટી પડ્યા પછી સરકાર અને ખાનગી ડોનર તરફથી શું સહાય કરવામાં આવી છે તેની તમામ માહિતી મેળવી હતી જેમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા પાંચ કરોડ રૂપિયા બાળકો માટે આપવામાં આવ્યા છે જેમાંના સાત બાળકોએ તેના માતા-પિતા બનોને આ દુર્ઘટનાની અંદર ગુમાવ્યા છે અને ગુજરાત તેમજ ભારત સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને સહાય ચૂકવી દેવામાં આવી છે અને બાળકોને ત્રણ ત્રણ હજાર રૂપિયા માસિક મળે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવી છે ત્યારે હાઇકોર્ટના ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે 3000 રૂપિયા હાઈલી અનસફીસીયન્ટ છે.

આ રકમમાં બાળકના સ્કૂલના યુનિફોર્મ અને પુસ્તકો પણ નહિ આવે આ વળતર પૂરતું નથી આ ઉપરાંત સીએમ રિકીફ ફંડમાંથી તેમજ કેન્દ્ર સરકાર તરફથી અને ખાનગી ડોનર તરફથી જે સહાય કરવામાં આવી હોય તેની સંપૂર્ણ ડીટેલ આગામી સુનવણીમાં વકીલ પાસેથી માગવામાં આવેલ છેવધુમાં હાઇકોર્ટના ચીફ જસ્ટીસે કહ્યું હતું કે રાજ્ય સરકાર તરફથી મૃતકોને ચાર લાખની સહાય આપવામાં આવી છે તે અપૂરિત છે કેમ કે, ઘરમાં મુખ્ય કમાનારા વ્યક્તિ કે કોઈ યુવાન આ ઘટનામાં મૃત્યુ પામેલા છે જેથી મૃતકોને ઓછામાં ઓછા દસ લાખ રૂપિયા આપવા જોઈએ તેમજ મોરબીના રાજમાતા દ્વારા ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને એક એક લાખ રૂપિયાની જે સહાય ચૂકવવામાં આવી છે તેની પણ નોંધ કરવામાં આવી છ.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ મૃતકના પરિવારજનોને તેમજ ઈજાગ્રસ્તોને જે પણ સહાય આપવામાં આવી છે તેની માહિતી પણ હાઇકોર્ટમાં આપવામાં આવેલ છે આટલું જ નહીં ઝુલતા પુલની દુર્ઘટનામાં ઘણા બધા લોકોને ઇજાઓ થયેલ છે જેમાં ફ્રેકચર અને ગંભીર પ્રકારની ઇજાઓ પણ છે જેથી ઈજાગ્રસ્તોની યાદી સાથે ડિટેલ એફિડેવેટ હાઇકોર્ટ દ્વારા માગવામાં આવ્યું છે અને ઇજાગ્રતોને તેઓ સંપૂર્ણ ફિટ ન થાય ત્યાં સુધી દર મહિને 8000 રૂપિયા આપવા માટે સરકારને કહેવામા આવેલ છે આટલું જ નહીં પરંતુ આ સહાયની રકમ ચૂકવવાની જાણ પણ હાઇકોર્ટને કરવામાં આવે તેવું પણ કહેવામાં આવ્યું છે.

ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકના પરિવારજનો પણ હાઇકોર્ટમાં અરજી દ્વારા નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. આ ઉપરાંત મૃતકોને 25 લાખ રૂપિયાનું વળતર તેમજ જવાબદાર કંપનીના લોકો સામે કાર્યવાહીની માંગ સાથે અન્ય એક અરજી પણ કરાઇ છે. જેની હાઇકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી.
મોરબી ઝુલતા પુલના મેન્ટેનન્સ અંગેની આખી રેકોર્ડ ફાઈલની ઓરીજનલ કોપી પણ કોર્ટમાં સીલબંધ કવરમાં મંગાવવામાં આવી છે અત્રે ઉલ્લેખનિય છે કે, 30 ઓક્ટબરે સાંજે મોરબીનો ઝુલતો પુલ તૂટી પડતાં 135 થી વધુ લોકોના મોત થયા હતા.


Advertisement
Advertisement
Advertisement