મોરબી તા.25
મોરબીના કંડલા બાયપાસ ઉપર રહેતા પરિવારની સગીરવયની દીકરી સાથે દૂર વ્યવહાર કરવામાં આવ્યો હોય ભોગ બનેલ પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપીને પકડીને જેલ હવાલે કરાયો છે.
વધુમાં મળતી માહિતી મુજબ કંડલા બાયપાસ ઉપરના રહેણાંક વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું અને બાદમાં સગીરને નસ્ત્રતારા ભાઈ અને પિતાને મારી નાંખીશથથ તેવી ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ સગીરા ડરી ગઈ હતી બાદમાં પરિવારજનોને સમગ્ર હકીકતની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથક ખાતે સગીરાના પિતાએ નરસી નથુભાઇ સોલંકીની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 376 (દુષ્કર્મ), પોકસો સહીતની હેઠળ ગુનો નોંધ્યો હતો જેની તપાસ પીએસઆઇ પુષ્પાબેન આર.સોનારાને સોંપવામાં આવેલ હોય તેઓએ દુષ્કર્મ અને પોકસોના ગુનામાં નરસી નથુભાઇ સોલંકી (ઉમર 33) રહે. પચ્ચીસ વારીયા હનુમાન મંદીરની પાસે કંડસા બાયપાસ મોરબીની ધરપકડ કરીને તેને જેલ હવાલે કર્યો છે.
ઈજા
મોરબીના ધુળકોટ ગામે રહેતો નરેશ મનજીભાઈ પરમાર નામનો યુવાન કામ ઉપરથી પરત ઘરે જતો હતો ત્યારે રસ્તામાં તેના બાઇકની આડે અચાનક રોજડુ આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું. જેથી ઈજા પામતા તેને આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો. તાલુકા પોલીસના જે.એમ.જાડેજા બનાવની તપાસ ચલાવી રહ્યા છે.
જ્યારે સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં રહેતા બાબુભાઈ મોહનભાઈ મુંધવા નામના યુવાનને આરગીલ સિરામિક નજીક આઇસર ટ્રકના ચાલકે હડફેટે લેતા તેને સારવારમાં ખસેડાયો હતો.જેથી બી ડિવિઝનના પ્રફુલભાઈ પરમાર દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.
ધરપકડ
મોરબીના શકત શનાળા ગામે કાર ચલાવતા સમયે બોલાચાલી થયા બાદ સામસામી મારામારી થઈ હતી જે બનાવવામાં તપાસ અધિકારી નંદરામભાઇ મેસવાણીયા દ્વારા અગાઉ અમુક હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી હતી. જે ઉપરાંત ગઈકાલે વધુમાં નીતિન મહેશ સોલંકી (ઉમર 20) રહે. શનાળા મુરલીધર હોટલ પાછળ ધરપકડ કરવામાં આવી હતી.