મોરબી તા.25
મોરબીનાં બોરીયા પાટી વાડી વિસ્તારના સારી સુવિધા મળી રહી નથી જેથી લોકોને હેરાન થવું પડે છે માટે હાલમાં ત્યાંના લોકોએ ચુંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે અને બોરીયાપાટી વાડી વિસ્તારના લોકોએ ચૂંટણી અધિકારી અને કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.
બોરીયા પાટી વાડી વિસ્તારના લોકોએ જણાવ્યુ હતું કે, તેના વિસ્તારમાં પાણી, લાઈટ, રોડ-રસ્તા, સફાઈ સહિતની મૂળભૂત સુવિધાઓ સારી રીતે મળી રહી નથી જેથી સતવારા સમાજની કુલ 21 જેટલી વાડીમાં 3500 લોકોની વસ્તી છે તો પણ લોકોને કેમ સુવિધા આપવામાં આવતી નથી તે સૌથી મોટો સવાલ છે અને બે બુથમાં 3500 જેટલાં મતદારો છે તેને અસુવિધાઓને ધ્યાને રાખીને ચૂંટણીનો બહિષ્કાર કરેલ છે
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 20 વર્ષથી આ વિસ્તાર પાલીકામાં આવે છે તો પણ સારા રોડ નથી અને વિકાસની વાતો કરવામાં આવી રહી છે ત્યારે સ્થાનિક લોકોએ આવેદન પત્ર આપીને ચુંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.સ્થાનિક લોકોના કહેવા મુજબ પેટા ચુટણીનો પણ બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. ત્યારે પ્રાથમિક સુવિધાઓ આપવાનું કહી ગયા હતા જો કે હજુ સુધી સુવિધાઓ આપવામાં આવી નથી તે હકકીત છે.