મોરબી તા.25
મોરબી તાલુકાના લાલપર ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતાં શખ્સ પાસેથી દેશી બનાવટનું જામગરી જેવું હથિયાર મળી આવ્યું હતું જેથી પોલીસે બે હજાર રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કરીને હાલમાં તે શખ્સની ધરપકડ કરી છે.
વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હાલમાં ગેરકાયદેસર હથિયાર પકડવા અને ગુનેગારોને પકડવા પોલીસ દ્વારા કવાયત કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે લાલપર ગામ પાસે બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો ત્યારે તેની પાસેથી લોખંડની જામગરી જેવું હથિયાર મળી આવ્યું હતું જેથી પોલીસે બે હજાર રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કરી સંજય ભરતભાઈ ઝિંઝવાડીયા કોળી (26) રહે. વિદ્યાનગર સોસાયટી એન.જી. મહેતા સાયન્સ કોલેજ સામે આશાપુરા પાન પાસે મોરબી મૂળ રહે વેજલપરની ધરપકડ કરેલ છે અને તે આ હથિયાર ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
જુગાર
વાવડી રોડ ઉપર બાપાસીતારામની મઢુલી પાસે વરલી જુગારના આંકડા લેતો મનોજગર બટુકગત ગોસ્વામી બાબાજી (ઉંમર 34) રહે. ભગવતી પાર્ક વાવડી રોડ વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય તેની પાસેથી 300 ની રોકડ કબજે કરી ધરી હતી.
બીજો દરોડો
જેતપર ગામની સીમમાં પોલીસે રેડ કરતા ધર્મેન્દ્ર ગોકળભાઈ હમીરપરા કોળી, લાલજી ધનજીભાઈ સાતોલીયા કોળી અને પેથા સિધ્ધરાજભાઈ હમીરપરા કોળી જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 360 રૂપિયાની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.