જુનાગઢ તા.25
જુનાગઢ જીલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમાં ગઈકાલે બીજા દિવસે જુનાગઢ માણાવદર અને વિસાવદર બેઠકમાં પોલીંગ અને પોલીસ કર્મીઓ બેલેટ પેપર દ્વારા મતદાન કરી મતદાનની ફરજ બજાવી હતી. જુનાગઢમાં પોલીસ કર્મીઓ, વિસાવદરમાં પોલીંગ અને માણાવદરમાં પોલીસ અને પોલીંગ કર્મીઓએ મતદાન માટેની કતારો લગાવી હતી. બે દિવસમાં કુલ 2954 કર્મીઓએ મતદાન કયુર્ં હતું.
જુનાગઢ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે ચુંટણી ફરજ પર રહેલા કર્મીઓ માટે ગઈકાલે બીજા દિવસે જુનાગઢ વિસાવદર અને માણાવદર બેઠકના ચુંટણી ફરજ પરના કર્મીઓએ સવારથી બેલેટ પેપર દ્વારા મત આપી મતદાર તરીકે ફરજ બજાવી હતી.
ગઈકાલે બીજા દિવસે યોજાયેલા મતદાનમાં જુનાગઢ તાલુકા સેવા સદન ગ્રાઉન્ડમાં પોલીસ કર્મીઓનું, માણાવદરમાં પોલીંગ અને પોલીસ કર્મીઓ અને વિસાવદરમાં પોલીંગ કર્મીઓનું મતદાન યોજાયું હતું.
જુનાગઢની બેઠકમાં 437 પોલીસ કર્મી અને 12 એસટી કર્મીઓ મળી 459 કર્મીઓએ મતદાન કયુર્ં હતું. વિસાવદરમાં 105 પોલીંગ કર્મીઓ, માણાવદરમાં પોલીંગ અને પોલીસ મળી કુલ 400 મળી કર્મીઓએ બેલેટ પેપર દ્વારા મતદાન કયુર્ં હતું.
જુનાગઢ જીલ્લાની 5 વિધાનસભા બેઠકો પૈકી માંગરોળ, કેશોદ બેઠકના પોલીસ- પોલીંગ કર્મીઓનું મતદાન આગલા દિવસે પૂર્ણ થયું હતું. હવે બાકી રહેલા કર્મીઓ ટપાલ દ્વારા મતદાન કરશે. વિસાવદર બેઠકમાં દિવ્યાંગો તથા 80 વર્ષની ઉંમરના ઘર બેઠા મતદાન માટે રજુઆત કરનાર કર્મીઓ માટે આવતીકાલથી મતદાનની કામગીરી હાથ ધરાશે.