જુનાગઢ જિલ્લામાં વધુ મતદાન માટે તંત્રનો નવતર પ્રયોગ: પાંચ હેલ્થ-પાંચ એનિમલ બુથોનો સમાવેશ

25 November 2022 12:57 PM
Junagadh Elections 2022
  • જુનાગઢ જિલ્લામાં વધુ મતદાન માટે તંત્રનો નવતર પ્રયોગ: પાંચ હેલ્થ-પાંચ એનિમલ બુથોનો સમાવેશ

મતદાન બુથ નજીક મીની હોસ્પિટલ ઉભી કરી મતદારોનાં આરોગ્યની તપાસ સાથે દવાઓનું વિનામુલ્યે વિતરણ

જુનાગઢ તા.25
જુનાગઢ જીલ્લાની 5 વિધાનસભા બેઠકોમાં મતદાનને લઈને આ વખતે મતદાન સાથે નવા અભિગમ રૂપ સેવા જુનાગઢની પાંચેય વિધાનસભાઓમાં દેશના પ્રથમ એનિમલ અને હેલ્થ એમ મળી કુલ 10 બુથો તૈયાર કરવા સેન્ટરની પસંદગી સાથે જરૂરી સુવિધાઓ પુરી પાડવાની તૈયારીઓનો ધમધમાટ હાથ ધરાયો છે.

ચુંટણી અધિકારીના માર્ગદર્શન નીચે વિધાનસભા દીઠ એક એમ કુલ 5 આરોગ્ય અને 5 એનિમલ બુથો પર થનારી કામગીરી અંતર્ગત માણાવદર મત વિસ્તારમાં કણઝા, જુનાગઢના પ્લાસવા, વિસાવદરના મોણીયા, કેશોદના અજાબની આરોગ્ય બુથ તરીકે પસંદગી કરાઈ છે. જેમાં મત આપવા આવનાર મતદારો માટે મતદાન બુથથી 200 મીટર દુર મિનિ હોસ્પીટલ ઉભી કરાશે, આરોગ્ય વિભાગની ટીમોના અંદાજીત 5થી વધુ સ્ટાફ ખડેપગે રહી ડાયાબીટીસ, બીપી, બ્લડ સહિતની વિવિધ તપાસ, જરૂરી દવાઓ આપી મતદારોનું નિદાન કરશે. જેમાં મતદારો ઉપરાંત ગ્રામ્યજનો પણ બુથનો લાભ લઈ શકશે.

આ ઉપરાંત વિધાનસભા દીઠ એક મળી કુલ 5 એનિમલ બુથની કરાયેલ ફાળવણીમાં તાલુકાઓમાં ઉભા થનાર બુથોમાં માણાવદરમાં શેરડી ગામે, જુનાગઢના માખીયાળા, વિસાવદરમાં વાંદરવડ, કેશોદમાં મેસવાણીયા અને માંગરોળમાં કુકસવાડાની પસંદગી કરવામાં આવી છે.

સૌ પ્રથમ વખત આ બુથોમાં મતદારો ઉપરાંત ગ્રામ્યજનો માટે પાલતુ ગાય-બકરી ભેંસ, બળદ-કુતરા સહિત પશુઓને પણ સાથે લાવી જરૂરી સારવાર કરવાની જરૂરી સુવિધા ઉભી કરાશે. જે મતદાન મથકથી 200 મીટર દુર મીની હોસ્પીટલ ઉભી કરાશે. જેમાં પશુઓના રસીકરણ ઉપરાંત કૃમીનાશક દવા સહિતની વિવિધ દવાઓ તતા સામાન્ય ઓપરેશનનાં પણ કરી પશુઓનું નિદાન કરશે. જે માટે બે ચિકિત્સા અધિકારી, લાયર્ઝન અધિકારી તથા વેટેનરી તબીબોની ટીમ ખડે પગે રહેશે.

જુનાગઢ જીલ્લાની 5 બેઠકોમાં આ વર્ષે દેશના સૌ પ્રથમ એવા એનિમલ અને હેલ્થ બુથોમાં મતદાન કરવા જનાર મતદારોને મતદાન સાથે પોતાના તથા પશુઓના આરોગ્યની ચકાસણીના અનોખા સમન્વય થકી મતદાનનો અનોખો બમણો લહાવો મળશે.


Related News

Advertisement
Advertisement
Advertisement