વડીયા,તા.25
વડિયા માં પૂર્વ સરપંચ ઢોલરીયા પરિવારે લગ્નોત્સવ માં રક્તદાન કેમ્પ યોજી સેવા ની જ્યોત પ્રગટાવી અનોખો રાહ ચિંધ્યો છે. સમગ્ર રાજ્ય માં હાલ ચૂંટણી માહોલ વચ્ચે શુભ મુહર્ત ના સમયની શરૂવાત થતા જ લગ્નપ્રસંગો પણ મોટાપાયા પર શરુ થતા જોવા મળી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લા ના છેવાડા ના તાલુકા મથક એવા વડિયા શહેર માં પૂર્વ સરપંચ રમાબેન છગનભાઇ ઢોલરીયા પરિવાર ના લાડકવાયા દિકરા પવનના શુભ લગ્નપ્રસંગે આ પરિવાર એક અનોખો સેવાકીય રાહ લોકોને ચિંધતા જોવા મળ્યો છે.
ઢોલરીયા પરિવાર દ્વારા પુત્ર ના લગ્નોત્સવ માં મંડપ રોપણ અને ભોજન સમારંભ ના દિવસે મહેમાનો અને લોકોના મેળવડા સમયે રક્તદાન મહાદાન સમજી એક અનોખી શીખ આપવા માટે રક્તદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા રાજકોટ ની નેશનાલીટી ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન સંચાલિત ફિલ્ડ માર્શલ બ્લડ સેન્ટર દ્વારા રક્તદાન કલેક્ટ કરવાની સેવા અપાઈ હતી. આ સાથે સ્થાનિક સેવાકીય આગેવાનો અને ઢોલરીયા પરિવાર દ્વારા જહેમત ઉઠાવી લગ્નોત્સવ માં રક્ત ની 51 બોટલ એકત્ર કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે મહેમાનો અને ગામલોકો દ્વારા ઉમલકભેર રક્તદાન કર્યું હતુ. આ તકે પૂર્વ સરપંચ છગનભાઇ ઢોલરીયા અને વરરાજા પવનનો સંપર્ક કરતા તેમણે દેશના તમામ લોકો ને પોતાના શુભ પ્રસંગો માં આવા રક્તદાન કેમ્પ કરી દેશ માં રહેલી હોસ્પિટલો અને ગંભીર રોગો માટે પીડાતા દર્દીઓ ને લોહી જરૂરિયાત પૂર્ણ કરવા સહકાર આપી આવી સેવાકીય પ્રવુતિઓ સાથે જોડાવું જોઈએ. ઢોલરીયા પરિવાર ના આ લગ્નોત્સવમાં દિલીપ સંઘાણી, અશ્વિન સાવલિયા, ગોપાલ અંટાળા સહીત સામાજિક, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.