જુનાગઢમાં મહિલાએ ઓનલાઇન સાડી ખરીદીમાં એટીએમ કાર્ડની માહિતી આપતા 1 લાખ ગુમાવ્યા

25 November 2022 01:03 PM
Junagadh
  • જુનાગઢમાં મહિલાએ ઓનલાઇન સાડી ખરીદીમાં એટીએમ કાર્ડની માહિતી આપતા 1 લાખ ગુમાવ્યા

જુનાગઢ, તા. 25
જુનાગઢ વંથલી રોડ પર રહેતા એક મહિલાને સાડીનું પાર્સલ વહેલું મળી જશે તેવી લાલચ આપી એક અજાણ્યા શખ્સે તેમની પાસેથી એટીએમ અંગેની માહિતી મેળવી લીધી બાદ મહિલાના ખાતામાંથી રૂા. 1 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધા અંગેની મહિલાએ અરજી કરતા જુનાગઢ સાયબર પોલીસે તપાસ હાથ ધરી છે.

વંથલી રોડ પર આવેલ એપલહુડ ટાઉનશીપમાં રહેતા ભટ્ટ અવનીબેન હીરેનભાઇએ તા. 22-6-22ના ઓનલાઇન સાડીનો ઓર્ડર આપેલ. શોપ વન ઝીરો એપમાંથી આ ઓર્ડર કર્યા બાદ ઇ-કાટુ કુરીયર કંપની મારફત ડીલેવરી થવાની છે. તેવો મેસેજ મળ્યો હતો. જેમાં ટ્રેકીંગ સિસ્ટમ દ્વારા અવનીબેને સરનામું ખોટું લખાવાયુ જાણવા મળતા તેઓને ગુગલ પેથી ઇ-કાર્ટલોજીસ્ટીક જુનાગઢનો નંબર સર્ચ કરી તેના પર ફોન કર્યો પરંતુ તે ફોન રીસીવ ન થયો બાદમાં નંબર પરથી ફોન એક અજાણ્યા હિન્દીભાષીનો ફોન આવેલ તેમણે પાર્સલ ડિલેવરી બાબતે વાત કરી ચાલુ ફોન દરમ્યાન એનીડેસ્ક એપ ડાઉનલોક કરાવી હતી અને તેમાં આવેલ મેસેજ કરવા કહ્યું હતું.
જેથી અવનીબેન ભટ્ટે મેસેજ કર્યો હતો બાદમાં અજાણ્યાશખ્સે ડીલીવરીનું પાર્સલ વહેલુ મળી જશે તેવી લાલચ આપી એટીએમ માહિતી મેળવી બાદ અવનીબેનના ખાતામાંથી રૂા. 40 હજાર, રૂા. 9999, રૂા. 40,000 અને ફરી રૂા. 9999 મળી કુલ 99,998 રૂપિયા ઉપાડી લઇ ઓનલાઇન છેતરપીંડી કરી હતી. અવનીબેને તા. પ-7-2022ના અરજી કરેલ હતી જેની સાયબર પોલીસે તપાસ હાથ ધરી છે.


Advertisement
Advertisement
Advertisement