ગુજરાતમાં તમામ જિલ્લા વડા મથકોએ જીઓની 5G સેવાનો પ્રારંભ

25 November 2022 02:02 PM
Rajkot Gujarat Technology
  • ગુજરાતમાં તમામ જિલ્લા વડા મથકોએ જીઓની 5G સેવાનો પ્રારંભ

♦ રિલાયન્સ દ્વારા હોમ સ્ટેટ ગણાતા ગુજરાતના લોકોને અનેરી ભેટ આપી : જીઓ વેલકમ ઓફર લોન્ચ

♦ દેશમાં 5-જી સુવિધા ધરાવતુ પ્રથમ રાજ્ય બનશે ગુજરાત : હાલમાં રિલાયન્સ ફાઉન્ડેશનના માધ્યમથી શિક્ષણ અને સ્પોર્ટસ પ્રોગ્રામ હેઠળ આ સેવા અપાશે : ગ્રાહકો વેલકમ ઓફરનો લાભ મેળવી શકશે : કોઇ વધારાનો ચાર્જ ચૂકવવો નહીં પડે

રાજકોટ,તા. 25
દેશમાં સર્વપ્રથમ રિલાયન્સ જીઓ દ્વારા તેમની 5-જી સર્વિસ ગુજરાતમાં તમામ 33 જિલ્લાઓના વડામથકે આજથી શરુ કરી છે. જીઓએ આજે ગુજરાતના મોબાઈલ ધારકો માટે એક સરપ્રાઈઝ આપી છે અને જાહેરાત કરી છે કે પૂર્ણ રીતે 5-જી બનનાર એ દેશનું પ્રથમ રાજ્ય બનશે.

રિલાયન્સ જીઓના ચેરમેન આકાશ અંબાણીએ અગાઉ જ જાહેર કર્યું હતું કે ગુજરાત તેમની અગ્રતામાં છે અને રાજ્યમાં શક્ય તેટલી વહેલી 5-જી સર્વિસ શરુ કરવામાં આવશે. જે આજથી રાજ્યના તમામ 33 જિલ્લાઓના વડામથકથી શરુ થઇ ગઇ છે. જીઓ વેલકમ હેઠળ રિલાયન્સ જીઓના ઉપયોગ કરતા 1 જીબી+ ડેટા અમર્યાદિત 5-જી સ્પીડ મળશે.

જીઓ આ માટે તેના હેલ્થકેર, એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ટરનેટ ઓફ થીંગ સેક્ટરમાં 5-જી સંચાલિત સિરીઝ પણ ચાલુ કરશે. અગાઉ દેશમાં 5-જી સેવાના પ્રારંભમાં રિલાયન્સ જીઓએ ગુજરાતમાં ગાંધીનગર અને જામનગરમાં 5-જી સેવા શરુ કરવાની જાહેરાત કરી હતી જ્યારે હવે રિલાયન્સ જીઓએ ગુજરાતને 5-જી સેવા માટે મોડેલ સ્ટેટ બનાવ્યું છે.

ટ્રુ 5-જી પાવર્ડ ઇન્સેન્ટીવની શ્રેણીઓ ચાલુ કરશે જેમાં રાજ્યની 100 સ્કૂલોમાં જીઓ ડીજીટલ સેવા સાથે વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરુપ થશે. જ્યારે રાજ્યના તમામ 33 જિલ્લાઓના વડા મથકને 5-જી સેવાથી આવરી લેવાયા છે.

આ માટે ગ્રાહકે રિલાયન્સ જીઓની ખાસ સર્વિસનો ઉપયોગ કરવાનો રહેશે. આ માટે આજથી રિલાયન્સ જીઓના સબસ્ક્રાઈબરને વેલકમ ઓફર પણ આપવામાં આવી છે જેમાં તેઓ કોઇપણ વધારાના ખર્ચ વગર 5-જીની સ્પીડ તથા અનલીમીટેડ ડેટાનો ઉપયોગ કરી શકશે. રિલાયન્સ જીઓએ અગાઉ દેશના મેટ્રો સિટીમાં પણ ખાસ કરીને દિલ્હી એનસીઆર, ગુરુગ્રામ, નોઇડા, ગાઝીયાબાદ, ફરીદાબાદ અને અન્ય મહત્વના લોકેશનો પર 5-જી સેવા શરુ કરી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement