અમિતાભના અવાજ, તસવીરો અને વ્યક્તિત્વ સાથે જોડાયેલા પાસાના ઉપયોગ સામે સ્ટે

25 November 2022 02:18 PM
Entertainment India
  • અમિતાભના અવાજ, તસવીરો અને વ્યક્તિત્વ સાથે જોડાયેલા પાસાના ઉપયોગ સામે સ્ટે

અમિતાભ બચ્ચન ખુદને કોપીરાઈટ કરવાની તૈયારીમાં : દિલ્હી હાઇકોર્ટમાં અરજી

નવી દિલ્હી,તા. 25
બોલીવુડ અભિનેતા બચ્ચનના નામ, તેમના અવાજ, તેમની તસવીરો વગેરેનો મંજૂરી વગર ઉપયોગ થઇ શકશે નહીં. બિગ બીએ દિલ્હી હાઈકોર્ટમાં એક અરજીને તેના અવાજ, તસવીરો તથા સંવાદો તેમજ તેમના વ્યક્તિત્વ સાથે જોડાયેલી તમામ ચીજોને કોપીરાઈટ કરવામાં તૈયારી કરી છે.

તેના પ્રથમ ચરણમાં આજે દિલ્હી હાઈકોર્ટમાં કરાયેલી અરજી પર હાઈકોર્ટે બિગ બીના નામ,અવાજ કે વ્યક્તિત્વ સાથે જોડાયેલા પાસાઓ, તસવીરો વગેરેના ઉપયોગ સામે વચગાળાનો પ્રતિબંધ આપી દીધો છે અને કોઇપણ પ્રકારે આ ઉપયોગ માટે અમિતાભ બચ્ચન મેનેજમેન્ટની પૂર્વ મંજુરી લેવી પડશે.

આ અગાઉ આજે અમિતાભ બચ્ચન વતી દિલ્હી હાઈકોર્ટમાં જાણીતા સિનિયર ધારાશાસ્ત્રી હરિશ સાલ્વેએ એક અરજી દાખલ કરીને અમિતાભની લાંબી કારકિર્દી અને તેના સિમાચિન્હો તેમજ તેમનો અવાજ, તેમની તસવીરો, વ્યક્તિત્વ અંગેના અલગ અલગ પાસાઓ વગેરે સંબંધી દુરુપયોગ થઇ શકે છે તેવી રજુઆત કરી હતી અને આગામી સમયમાં બિગ બી તેમની આ ઇન્ટરએચ્યુચ્યુઅલ પ્રોપર્ટીનું કોપીરાઈટ કરાવવા જઇ રહ્યા હોવાનું જણાવ્યું હતું.

જેના પૂર્વે બિગ બીના કેબીસી સહિતના શો, તેમની ફિલ્મી, તેમના સામાજિક અને અન્ય કાર્યક્રમો અને તેમની અંગત બાબતો સાથે જોડાયેલા કોઇપણ પાસાને વ્યાપારી હેતુ માટે ઉપયોગ ન થઇ શકે તેવી દાદ માગી હતી. અને હાઈકોર્ટે તૂર્ત જ સ્ટે આપી દીધો છે જેના કારણે હવે બિગ બી એક કોપીરાઈટ બનવા જઇ રહ્યા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement