એપલનો પ્રતિ સેકન્ડ નફો રૂા. 1.48 લાખ : વિશ્વની સૌથી વધુ કમાણી કરતી કંપની

25 November 2022 02:25 PM
India Technology World
  • એપલનો પ્રતિ સેકન્ડ નફો રૂા. 1.48 લાખ : વિશ્વની સૌથી વધુ કમાણી કરતી કંપની

♦ વિરાટ કંપનીઓની કમાણી કેટલી ?

♦ અમેરિકન કર્મચારી આજીવન જેટલુ કમાતા નથી તેટલી કમાણી કંપનીઓ એક કલાકમાં જ કરી લ્યે છે : આલ્ફાબેટ, મેટા, બર્કશાયર હાથવે વગેરેની પણ જંગી કમાણી

નવી દિલ્હી તા.25
ભારત સહિત વિશ્વભરમાં મોંઘવારીનો માર અને લોકોની ધરતી ખરીદશક્તિ વચ્ચે બહુરાષ્ટ્રીય કંપનીઓની પ્રતિ સેકન્ડ કમાણી પણ લાખો રૂપિયામાં થવા જાય છે. વિશ્વની સૌથી મોટી આઈફોન કંપની એપલની પ્રતિ સેકન્ડ કમાણી રૂા.1.48 લાખ છે અને સૌથી વધુ નફો કરતી આઈફોન કંપની બની છે. કંપનીની દૈનિક કમાણી 157 મીલીયન ડોલર અર્થાત 1282 કરોડ થવા જાય છે.

એક રીસર્ચ રિપોર્ટ પ્રમાણે ટેક જાયન્ટ માઈક્રોસોફટ તથા આલ્ફાબેટ તથા વોરેન બફેટની બર્કશાયર હાથવેની પ્રતિ સેકન્ડ કમાણી પણ પ્રતિ સેકન્ડ 1000 ડોલરથી વધુ છે. માઈક્રોસોફટની પ્રતિ સેકન્ડ કમાણી 1004 ડોલર (રૂા.1.14 લાખ) અને બર્કશાયર હાથવેની 1348 ડોલર (1.10 લાખ રૂપિયા) થાય છે.

રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે અમેરિકામાં કામદારની સરેરાશ આજીવન કમાણી 1.7 મીલીયન ડોલર છે તેનો અર્થ એવો થાય છે કે જાયન્ટ કંપનીઓ જેટલી દર કલાકે કમાણી કરે છે તેટલી કમાણી કામદાર આખા જીવનમાં કરી શકતો નથી.

અમેરિકામાં સરેરાશ વાર્ષિક પગાર 74738 ડોલર અર્થાત અઠવાડીક 1433.33 ડોલરનો છે. આનો અર્થ થાય છે કે અમેરિકન કર્મચારીની આખા સપ્તાહની કમાણી કરતા પણ એપલની પ્રતિ સેકન્ડ કમાણી 27.01 ટકા વધું છે. આલ્ફાબેટની પ્રતિ સેકન્ડ કમાણી 1277 ડોલર છે જ્યારે મેટા (ફેસબુક)ની પ્રતિ સેકન્ડ કમાણી 924 ડોલરની છે.

બીજી તરફ ખોટ કરતી કંપનીઓ ગણાવવામાં આવે તો ઉબેર ટેકનોલોજીએ 2021માં 6.8 અબજ ડોલરની જંગી નુકશાની કરી હતી. તે પ્રતિ સેકન્ડ 215 ડોલર થવા જાય છે. વિશ્વની સૌથી મોટી રાઈડ એપ હોવા છતાં ઉબેર ક્યારેય નફામાં આવી જ નથી. જનરલ ઇલેક્ટ્રીકે વાર્ષિક ધોરણે નફામાં સૌથી મોટો 10.68 અબજ ડોલરનો વધારો સુચવ્યો હતો. મેટાનો નફો 10.66 અબજ ડોલર વધ્યો હતો. ઓનલાઇન રીટેઇલ જાયન્ટ એમેઝોનના નફામાં 9.74 અબજ ડોલરની વૃધ્ધિ થઇ હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement