‘દ્દશ્યમ-2’ ની સફળતાએ રિમેક ફિલ્મોના ભવિષ્યનું દ્દશ્ય ઉજળું કર્યું પણ....

25 November 2022 02:29 PM
Entertainment India
  • ‘દ્દશ્યમ-2’ ની સફળતાએ રિમેક ફિલ્મોના ભવિષ્યનું દ્દશ્ય ઉજળું કર્યું પણ....

અગાઉ ‘જર્સી’, ‘વિક્રમ વેધા’ જેવી રિમેક ફિલ્મો ફલોપ રહી હતી પણ ‘દ્દશ્યમ-2’ની સફળતાથી બોલીવુડના ફિલ્મવાળાઓ ગુંચવણમાં મુકાયા

મુંબઈ: સતત ફલોપ ફિલ્મના દોરમાં પસાર થતા બોલીવુડને ગત સપ્તાહે રિલીઝ થયેલી અજય દેવગનની ફિલ્મ ‘દ્દશ્યમ-2’ ની સફળતાએ આશાની કિરણ બતાવી છે. રિલીઝના 6 દિવસમાં આ ફિલ્મે 90 કરોડથી વધુ રૂપિયાની કમાણી કરી છે અને પહેલા સપ્તાહમાં જ 100 કરોડની કલબમાં એન્ટ્રી કરી લીધી છે.

અજય દેવગનની સાઉથની હિન્દી રિમેકે ટિકીટબારી પર સફળતા મેળવી છે જયારે આ પહેલા સાઉથની જ રિમેક ‘વિક્રમ વેધા’ અને ‘જર્સી’ જેવી રિમેક ફિલ્મ ટિકીટબારી પરથી ઉંધે કાંધ પટકાઈ હતી, હવે જોવાનું એ છે કે આગામી રિમેક ફિલ્મો ‘ભોલા’ અને ‘શહજાદા’ જેવી ફિલ્મોનું શું ભવિષ્ય છે.

‘દ્દશ્યમ-2’ ની સફળતાએ ફિલ્મવાળાઓને ગુંચવણમાં નાખી દીધા છે કે આગળ રિમેક ફિલ્મો બનાવવી કે નહીં. ‘દ્દશ્યમ-2’ની સફળતાથી ઉત્સાહીત અજય દેવગને તેની વધુ એક રિમેક ફિલ્મ ‘ભોલા’નું ટીઝર લોન્ચ કર્યું છે. આ ફિલ્મ તમિલ ફિલ્મ ‘કેથી’ની ઓફીશ્યલ રિમેક છે તો બીજી બાજુ કાર્તિક આર્યનની રિમેક ફિલ્મ ‘શહજાદા’નું ટીઝર પણ લોન્ચ થયું છે. તે અલ્લુ અર્જુન સ્ટારર સુપરહિટ તેલુગુ ફિલ્મ અલા વૈકુંઠપુર મુલુની ઓફીશિયલ રિમેક છે.

પ્રોડયુસર અને ફિલ્મ બિઝનેસ એનાલિસ્ટ ગીરીશ જોહર આ બારામાં કહે છે- સાઉથની ફિલ્મો ઓછા બજેટમાં બને છે પણ તેની હિન્દી રિમેકનું બજેટ વધી જાય છે. જેના કારણે ફિલ્મને હિટ થવામાં વધુ કલેકશનની જરૂર પડે છે. જો રિમેક ફિલ્મનું બજેટ ઘટાડવામાં આવે તો રિમેક ફિલ્મની સફળતાના દર વધી જાય. આ સિવાય જે ફિલ્મની રિમેક કરવામાં આવે તેને હિન્દી ડબ્ડ વર્ઝન ન થયું હોય તો રિમેકને તેનો ફાયદો મળી રહે.


Related News

Advertisement
Advertisement
Advertisement