જાહેરમાં જુગાર રમતા બે રીક્ષા ચાલક પકડાયા

25 November 2022 02:39 PM
Jamnagar
  • જાહેરમાં જુગાર રમતા બે રીક્ષા ચાલક પકડાયા

જામનગર તા.25:
જામનગર શહેરના પ્રદર્શન મેદાન નજીક રીક્ષા પાર્કિર્ંગ સ્ટેન્ડમાં જાહેરમાં ચલણી નોટોના નંબર ઉપર જુગારરમતા બે રિક્ષા ચાલકને સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રૂા. 2700 કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રોએ જાહેર કરેલ વિગતો મુજબ શહેરના પ્રદર્શન મેદાન પાસે રિક્ષા પાર્કિંગ સ્ટેન્ડમાં જાહેરમાં ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીના આંકડા બોલી પૈસાની હારજીતનો જુગારરમતાં રિક્ષા ચાલક પાર્થ ઉર્ફે કાનો દિલીપભાઈ દાણીધારિયા અને રફીકભાઈ તૈયબભાઈ શેઠાને સીટી બી ડીવીઝન પોલીસે રંગે હાથ ઝડપી પાડી તેમની પાસેથી રૂા. 2700 ની રોકડ કબ્જે કરી જુગારધારા કલમ 12 મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


Advertisement
Advertisement
Advertisement