પીએમ મોદીના જામનગરના કાર્યક્રમમાં ફેરફાર: સાંજે જાહેરસભા

25 November 2022 03:11 PM
Jamnagar Elections 2022 Gujarat Politics
  • પીએમ મોદીના જામનગરના કાર્યક્રમમાં ફેરફાર: સાંજે જાહેરસભા
  • પીએમ મોદીના જામનગરના કાર્યક્રમમાં ફેરફાર: સાંજે જાહેરસભા
  • પીએમ મોદીના જામનગરના કાર્યક્રમમાં ફેરફાર: સાંજે જાહેરસભા
  • પીએમ મોદીના જામનગરના કાર્યક્રમમાં ફેરફાર: સાંજે જાહેરસભા
  • પીએમ મોદીના જામનગરના કાર્યક્રમમાં ફેરફાર: સાંજે જાહેરસભા
  • પીએમ મોદીના જામનગરના કાર્યક્રમમાં ફેરફાર: સાંજે જાહેરસભા

► જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર ગોરધનપરના પાટીયા પાસે આવેલ ઇટ્રાના મેદાનમાં ભાજપના ઉમેદવારોના ટેકામાં જંગી જાહેરસભાને સંબોધશે: અગાઉ સવારે 11:30 કલાકે સભા થવાની હતી પરંતુ રાજકોટની સભાનો સમય ફરતા જામનગરમાં સોમવારે સાંજે ચાર વાગ્યે વડાપ્રધાનનું થશે આગમન: જાહેરસભા સિવાય વડાપ્રધાનના અન્ય કોઇ કાર્યક્રમ નહીં

► જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપ સંગઠ્ઠને 50 હજારની મેદની એકઠી કરવા કવાયત હાથ ધરી: વડાપ્રધાનની સુરક્ષા માટે એસપીજીની ટીમનું આગમન: એસપીજીની સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા સભા સ્થળનું નિરિક્ષણ અને તપાસ: વડાપ્રધાન એરપોર્ટથી સીધા સભા સ્થળે અને ત્યાંથી એરપોર્ટ પહોંચી રાજકોટ જશે

જામનગર તા.25: જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની કુલ સાતેય વિધાનસભા બેઠકોના ભાજપના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર અર્થે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી સોમવારે જામનગરની ભાગોળે આવેલા ગોરધનપર પાસેના ઇટ્રાના મેદાન ખાતે એક જાહેરસભાને સંબોધન કરશે. માત્ર એક કલાક માટે વડાપ્રધાન જામનગર આવતા હોય જાહેરસભા સિવાયના અન્ય કોઇ કાર્યક્રમ ન હોવાનું અને તેઓ સભાને સંબોધ્યા બાદ તુરંત રાજકોટ જવા રવાના થનાર હોવાનું જાણવા મળે છે. વડાપ્રધાનની સભા સંદર્ભે આજે એસપીજીની ટીમનું જામનગરમાં આગમન થયું હતું.

જામનગર જિલ્લાની તમામ પાંચ વિધાનસભા બેઠક તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે વિધાનસભા બેઠક મળીને કુલ 7 વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારોના ટેકામાં ચૂંટણી પ્રચાર માટે સોમવારે ભાજપના મુખ્ય તારણહાર ગણાતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સભા સંબોધવા સોમવારે જામનગર આવી રહ્યા છે.

જામનગરથી 12 કિ.મી. દૂર આવેલ ગોરધનપરના પાટીયા પાસે આવેલ ઇટ્રાના મેદાન કે જયાં વિશ્ર્વ આરોગ્ય સંસ્થાનું રિ-સર્ચ સેન્ટર બનવાનું છે ત્યાં વડાપ્રધાનની જાહેરસભાનું ભારતીય જનતા પાર્ટીએ આયોજન કર્યું છે. આ આયોજન માટે તાજેતરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ જામનગર આવ્યા હતા અને અટલ ભવન ખાતે જામનગર શહેર, જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના હોદેદારો સાથે એક બેઠક પણ યોજી હતી અને જરૂરી સૂચનાઓ આપી હતી.

આ જાહેરસભા માટે બન્ને જિલ્લાના ભાજપ એકમને 50 હજારથી વધુ જનમેદની એકઠી કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. આ માટે ભાજપની ટીમ પુરી તાકાતથી કામે લાગી છે. જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા અને મહામંત્રી દિલીપભાઇ ભોજાણીએ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લાના ભાજપના દરેક મંડળના (ઘટકના) હોદેદારોને તેમની ટીમ સાથે બેઠક યોજી આજે રાત સુધીમાં રૂપરેખા નક્કી કરવા સૂચના આપવામાં આવી છે.

જામનગર શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિમલભાઇ કગથરાના જણાવ્યા અનુસાર જામનગર શહેરના તમામ 16 વોર્ડના પ્રમુખો અને મહામંત્રીઓ ઉપરાંત વિવિધ મોરચાના આગેવાનો સાથે વડાપ્રધાનની સભાને સફળતા અને જંગી પ્રતિસાદ મળે તે માટે બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. આ માટે ભાજપના તમામ 50 કોર્પોરેટરોએ પણ તેમના વોર્ડની ટીમ સાથે સંકલન કરી વધુમાં વધુ લોકો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને સાંભળવામાં જનસભામાં ઉપસ્થિત રહે તે માટેના શ્રેષ્ઠ પ્રયાસો શરૂ કર્યા છે.

શહેર અને જિલ્લા ભાજપના સુત્રોએ જણાવ્યું હતું કે, જામનગરમાં ભાજપના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર માટે નરેન્દ્રભાઇ મોદી આગામી તા.28 નવેમ્બરને શનિવારે સાંજે ચાર વાગ્યે જામનગર એરપોર્ટ ખાતે ખાસ વિમાનમાં આવી પહોંચશે ત્યાંથી તેઓ મોટર માર્ગે ગોરધનપર નજીકના સભા સ્થળે પહોંચશે. સભાને સંબોધન કર્યા બાદ તેઓ 5:30 કલાકે સભા સ્થળેથી એરપોર્ટ જવા રવાના થશે અને એરપોર્ટથી રાજકોટ માટે પ્રસ્થાન કરશે. રાજકોટમાં સાંજે 6 વાગ્યે તેઓ ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે યોજાયેલી જાહેરસભાને સંબોધશે.

સુત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદીના આગમન પહેલા આજે તેમની સુરક્ષાની મુખ્ય જવાબદારી સંભાળી રહેલ સ્પેશ્યલ પ્રોટેકશન ગુ્રપ (એસપીજી)ની એક ટીમનું આજે સવારે જામનગરમાં આગમન થયું હતું. સ્થાનિક પોલીસ અધિકારીઓને સાથે રાખી એસપીજીની ટીમે સભા સ્થળનું નિરિક્ષણ કર્યુ હતું અને મેટલ ડિટેકટર વડે તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ (બીડીએસ) અને ડોગ સ્કવોડ સાથે મેદાનની ચકાસણી હાથ ધરી હતી. આ ઉપરાંત એસપીજીના અધિકારીઓએ સભા સ્થળે બની રહેલા સ્ટેજ અને ડોમના નિર્માણ માટે જરૂરી સુચનાઓ પણ સંબંધીતોને આપી હતી.

વધુમાં મળતી માહિતી અનુસાર જાહેર પ્રચાર તા.29ના રોજ પુરો થઇ રહ્યો છે અને તેથી તા.28ની સાંજની પ્રત્યેક કલાક વડાપ્રધાન માટે ઘણી કિંમતી હોવાથી અને જામનગર પછી તુરંત રાજકોટમાં જાહેરસભા હોવાથી વડાપ્રધાન જામનગર એરપોર્ટથી સભા સ્થળ અને સભા સ્થળથી સીધા એરપોર્ટ જશે. પરિણામે અન્ય કોઇ સ્થળની તેઓ મુલાકાત લેશે નહીં કે, અન્ય કોઇ કાર્યક્રમમાં જવાનું આયોજન નથી.


Related News

Advertisement
Advertisement
Advertisement