સોશ્યલ મીડિયા ઈન્ફ્લુએન્સર ‘ઑન ડિમાન્ડ’: ‘વખાણ’ કરતાં એક વીડિયોના પાંચ હજારથી દોઢ લાખનું ચૂકવણું !

25 November 2022 03:44 PM
Rajkot Elections 2022 Gujarat Politics Technology
  • સોશ્યલ મીડિયા ઈન્ફ્લુએન્સર ‘ઑન ડિમાન્ડ’: ‘વખાણ’ કરતાં એક વીડિયોના પાંચ હજારથી દોઢ લાખનું ચૂકવણું !
  • સોશ્યલ મીડિયા ઈન્ફ્લુએન્સર ‘ઑન ડિમાન્ડ’: ‘વખાણ’ કરતાં એક વીડિયોના પાંચ હજારથી દોઢ લાખનું ચૂકવણું !
  • સોશ્યલ મીડિયા ઈન્ફ્લુએન્સર ‘ઑન ડિમાન્ડ’: ‘વખાણ’ કરતાં એક વીડિયોના પાંચ હજારથી દોઢ લાખનું ચૂકવણું !

♦ નેતાઓને પ્રચાર માટે હાથવગું હથિયાર મળી જતાં ભરપૂર ઉપયોગ: ક્ષણભરમાં હજારો લોકો સુધી પહોંચ

♦ ઈન્સ્ટાગ્રામ-ફેસબુક ઉપર જેટલા વધુ ફૉલોઅર્સ એટલા પૈસા વધુ: ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીએ ચૂંટણી પહેલાંથી જ અલગ-અલગ 100થી વધુ ઈન્ફ્લુએન્સરોને કરી લીધા છે ‘હાયર’

♦ લગભગ દરેક ફૉલોઅર્સ ‘પેઈડ વીડિયો’ જુએ તેવા સમયે જ અપલોડ કરવાનો કીમિયો: અમુક અમુક ઈન્ફ્લુએન્સરોને લાખો રૂપિયાના પેકેજ અપાયા

રાજકોટ, તા.25
વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે પાંચ દિવસનો સમય જ બાકી રહ્યો છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ મતદારોને પોતાની તરફ આકર્ષી લેવા માટે મરણિયા પ્રયાસો કરી રહ્યા છે. બીજી બાજુ આ વખતની ચૂંટણીમાં ક્યારેય જોવા ન મળ્યો હોય તેવો ડિઝિટલ પ્રચાર અત્યારે દેખાઈ રહ્યો છે.

છેલ્લા ઘણા સમયથી લોકોમાં ફેસબુક, ઈન્સ્ટાગ્રામનો વપરાશ વધી ગયો હોવાનું જાણી નેતાઓ અત્યારે આ પ્લેટફોર્મનો ભરપૂર ઉપયોગ કરવા લાગ્યા છે. જો કે આ પ્લેટફોર્મ ઉપર ક્ષણભરમાં હજારો લોકો સુધી પહોંચીને પોતાની ‘વાહવાહી’ કરી લેવા માટે સોશ્યલ મીડિયા ઈન્ફ્લુએન્સરની ભૂમિકા મહત્ત્વની રહેતી હોવાથી અત્યારે તેમની રીતસરની ‘બોલબાલા’ જોવા મળી રહી છે અને બોલકા ઈન્ફ્લુએન્સરોને અત્યારે પાંચ હજારથી દોઢ લાખ રૂપિયા સુધીનું ચૂકવણું કરવામાં આવી રહ્યાનું જાણવા મળી રહ્યું છે.

એક વાતનો ઈનકાર કોઈ ન કરી શકે કે, અત્યારે સોશ્યલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ યુવાવર્ગ કરે છે અને આ વખતની ચૂંટણીમાં યુવાવર્ગ ‘જીત’ માટે મહત્ત્વનું ફેક્ટર ગણાતું હોવાથી તેમને સાધવા માટે સોશ્યલ મીડિયા જ રામબાણ હથિયાર ગણાઈ રહ્યું હોવાથી તેનો ભરપૂર ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો છે. ડિઝિટલ પ્રચાર થકી જ રાજકીય પક્ષો અત્યારે યુવા વર્ગ સુધી પોતાની પહોંચ બનાવી રહ્યો છે.

આ પ્રચાર કેટલાક જાણીતા પેઈઝ અથવા જાણીતા નામ કે જેમની ફેન ફોલોઈંગ વધુ હોય તેમને કામ આપવામાં આવે છે. આ કામ માટે હજારોથી લાખો રૂપિયાના પેકેજનું ચૂકવણું પણ કરી દેવામાં આવ્યું છે. આ કામગીરી ત્રણેય પક્ષો દ્વારા સપ્ટેમ્બર મહિનાથી જ શરૂ કરી દેવામાં આવી હતી. બીજી બાજુ પક્ષોની ડિઝિટલ ટીમ દ્વારા બરાબર પ્રચાર થઈ રહ્યો છે કે નહીં તેનું ખાસ નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યો છે.

અત્યારે સોશ્યલ મીડિયા ઉપર અલગ અલગ ક્ષેત્રના ઈન્ફ્લુએન્સરો કાર્યરત છે અને તેમના હજારોથી લઈ લાખો સુધીમાં ચાહકો છે જે તેમના વીડિયો નિયમિત નિહાળતા હોય છે. અત્યારે ચૂંટણીનો માહોલ છે ત્યારે રાજકીય પક્ષોએ પોતે કરેલી કામગીરીના વીડિયો બનાવી આ પેઈઝને આપવામાં આવ્યા છે અને આ પેઈઝ દ્વારા વીડિયો પોસ્ટ કરવામાં આવે એટલે તેને લાખોની સંખ્યામાં વ્યુઝ પણ મળી રહ્યા છે.

ખાસ કરીને અત્યારે 50થી વધઉ પેઈઝ અને 100થી વધુ ઈન્ફ્લુએન્સર તેમજ ગુજરાતના 150થી વધુ પેઈઝ અને 300થી વધુ ઈન્ફ્લુએન્સર રાજકીય પક્ષો માટે કામ કરતાં હોવાનું જાણવા મળી રહ્યું છે. પક્ષ સીધી રીતે આ વ્યક્તિઓ સાથે સંપર્ક નહીં કરીને બીજી-ત્રીજી એજન્સી મારફતે આ કામગીરી સોંપવામાં આવે છે અને એજન્સી જ પેજના ઓપરેટરના સંપર્કમાં રહે છે. 50,000થી વધુ ફોલોઅર્સ હોય તેવા ઈન્ફ્લુએન્સરની પસંદગી ઝડપથી કરી લેવામાં આવે છે.

બીજી બાજુ ઈન્ફ્લુએન્સરો દ્વારા આખો દિવસ વીડિયો અપલોડ કરવાની જગ્યાએ એવા સમયે વીડિયો શેયર કરવામાં આવે છે જે સમયે ફોલોઅર્સ વધુ એક્ટિવ જેથી કરીને તેમણે અપલોડ કરેલો વીડિયો વધુમાં વધુ સંખ્યામાં લોકો જોઈ શકે.

ભાજપના ઓછા, મોદી-અમિત શાહના જૂના વીડિયો લોકોને વધુ અસરકર્તા
અત્યારે સૌથી વધુ જો કોઈ ડિઝિટલ પ્રચાર કરતું હોય તો તેમાં ભાજપ અવ્વલ છે. ભાજપની સોશ્યલ મીડિયા ટીમ દ્વારા દરરોજ અલગ-અલગ વીડિયો બનાવી યુઝર્સ સુધી ક્ધટેન્ટ પહોંચાડવામાં આવી રહ્યું છે. જો કે આ પ્રકારના વીડિયોમાં ભાજપના ઓછા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના જૂના ભાષણના વીડિયો લોકોને વધુ અસરકર્તા હોવાનું એક તારણ પણ નીકળી રહ્યું છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા સરમા સહિતના નેતાઓના વીડિયોની બોલબાલા સોશ્યલ મીડિયા ઉપર વધુ જોવા મળી રહી છે.

વીડિયો અપલોડ કરાયા બાદ કૉમેન્ટ કેવી આવે છે તેના ઉપર રખાતી ‘બાજનજર’
પક્ષ દ્વારા કોઈ વીડિયો અપલોડ કરવામાં આવે એટલે યુઝર્સ દ્વારા તે વીડિયો જોયા બાદ યુઝર્સ દ્વારા સારી-નરસી કોમેન્ટ પણ કરવામાં આવતી હોય છે ત્યારે કયા વીડિયોમાં સારી કૉમેન્ટ કેટલી કરવામાં આવી અને ખરાબ કૉમેન્ટ કેટલી થઈ તેના ઉપર રાજકીય પક્ષો દ્વારા ‘બાજનજર’ રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત કેટલા લોકોએ વીડિયોનો જોયો તે પણ મહત્ત્વનું બની જતું હોય છે. પક્ષો દ્વારા આ અંગેનો દૈનિક રિપોર્ટ પણ લેવામાં આવતો હોવાનું જાણવા મળી રહ્યું છે.

વિજય ભવ:, આરંભ હૈ પ્રચંડ, કેજીએફ સહિતના ગીતોની ધૂમ: ઈન્સ્ટાગ્રામ-ફેસબુક ખોલો એટલે આ જ સંભળાય !
અત્યારે કોઈ નેતાનું ઘસાયેલું-પીટાયેલું ભાષણ અપલોડ કરવાની જગ્યાએ તે નેતા વટથી ચાલતો હોય, અવનવી એક્શન કરતો હોય, અલગ-અલગ એક્સપ્રેશન આપતો હોય તે વીડિયોને આવરી લઈને સોશ્યલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને તેની ટીમ દ્વારા બેકગ્રાઉન્ડમાં ગીતનું મિશ્રણ કરી દેવામાં આવે છે. જો કે આ મિક્સિગં એટલું અદ્ભુત હોય છે કે એક વખતમાં તો વીડિયો જોઈને લોકોને સંતોષ જ થતો નથી હોતો !

આ માટે અત્યારે વિજય ભવ:, આરંભ હૈ પ્રચંડ, ફિલ્મ કેજીએફના ગીત અને સંગીત સહિતનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એકંદરે અત્યારે ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ ઓપન કરો એટલે આ પ્રકારનો વીડિયો જોવા ન મળે તો જ નવાઈ પામવા જેવું...!!


Related News

Advertisement
Advertisement
Advertisement