‘ઉપર’ 15 ફાઇલ પડી છે : ભાજપ માટે કામે લાગી જવા નેતાને વોર્નિંગ

25 November 2022 03:56 PM
Rajkot Elections 2022 Politics
  • ‘ઉપર’ 15 ફાઇલ પડી છે : ભાજપ માટે કામે લાગી જવા નેતાને વોર્નિંગ

ચૂંટણીમાં નિષ્ક્રિય હોવાનું લાગતા પાટીદાર અગ્રણીને પાર્ટીએ કરંટ આપી દીધો

રાજકોટ, તા. 25
રાજકોટ શહેરમાં વિધાનસભાની ચૂંટણીમાં ટાઢોડુ છે ત્યારે ભાજપના અમુક નિષ્ક્રિય આગેવાનોને વાયા વાયા પ્રચારમાં જોડાવવા કરંટ અપાતા હોવાની ચર્ચા થવા લાગી છે. તેમાં એક પાટીદાર નેતાને તેમની ફાઇલો ખોલવાની ધમકી પણ ઉપરથી અપાતી હોવાનું મત વિસ્તારમાં ચર્ચાવા લાગ્યું છે.

ભાજપના એક સિનીયર એવા આગેવાન પણ આ વખતે ટીકીટના દાવેદાર હતા પરંતુ તેમને ટીકીટ મળી નથી. આથી તેઓ પ્રચારમાં સક્રિય રસ નહીં લેતા હોવાની ફરિયાદ દેખાવા લાગી છે. આથી આ પાટીદાર નેતાને એવો મેસેજ આપવામાં આવ્યો છે કે તેમની સાથે કનેકશન ધરાવતી 1પ જેટલી ફાઇલ ‘ઉપર’ પડી છે. આ ફાઇલ ગમે ત્યારે ખુલી શકે છે.

ભાજપના પ્રચારમાં આ નેતાને કામે લાગી જવા આ રીતે આડકતરી ચેતવણી આપવામાં આવી છે. જુના રાજકોટના આ નેતાને પાર્ટીમાંથી આ રીતે ચીમકી મળતા આ મુદ્દો પણ પૂરા મતક્ષેત્રમાં હોટ બન્યો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement