યુકે-એશિયન રિચ 2022ની યાદીમાં બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક અને પત્ની અક્ષતા મૂર્તિની એન્ટ્રી

25 November 2022 04:00 PM
India World
  • યુકે-એશિયન રિચ 2022ની યાદીમાં બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક અને પત્ની અક્ષતા મૂર્તિની એન્ટ્રી

આ યાદીમાં ભારતીય મૂળનો હિન્દુજા પરિવાર 30.5 અબજ પાઉન્ડની સંપતિ સાથે ટોચ પર જયારે ઋષિ સુનક 17માં ક્રમે

નવી દિલ્હી તા.25
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક અને તેની પત્ની અક્ષતા મૂર્તિએ યુકેની ‘એશિયન રિચ લિસ્ટ 2022’માં પોતાનું સ્થાન મેળવ્યું છે, તેઓ આ યાદીમાં 17માં ક્રમે છે, જયારે પ્રથમ ક્રમે હિન્દુજા પરિવાર છે. આ યાદીમાં ભારતીય મૂળના અનેક લોકો છે.

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકના પત્ની અક્ષતા ભારતની સૌથી મોટી બીજી આઈટી કંપની ઈન્ફોસીસના સહ સંસ્થાપક એનઆર નારાયણ મૂર્તિની દીકરી છે. યાદી મુજબ તેમની સંપતિ લગભગ 79 કરોડ પાઉન્ડ છે. આ યાદીમાં તેઓ 17માં ક્રમે છે, જયારે પ્રથમ ક્રમે રહેનાર હિન્દુજા પરિવારની સંપતિ 30.5 અબજ પાઉન્ડ છે.

એશિયન રિચ લિસ્ટ 2022માં સામેલ અમીરોની સંપતિ આ વર્ષે 113.2 અબજ પાઉન્ડ છે, કે જે ગત વર્ષની તુલનામાં 13.5 અબજ પાઉન્ડ વધુ છે. હિન્દુજા પરિવાર સતત આઠમી વખત ટોચ પર રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, હિન્દુજા ગ્રુપ એક મોટુ ભારતીય વ્યાપારિક ગ્રુપ છે, જે 11 ક્ષેત્રોમાં મોજૂદ છે. આ યાદીમાં ભારતીય મૂળના લક્ષ્મી મિતલ અને તેમના પુત્ર આદીત્ય (12.8 અબજ પાઉન્ડ), પ્રકાશ લોહિયા અને તેમનો પરિવાર (8.8 અબજ પાઉન્ડ), નિર્મલ શેઠિયા (6.5 અબજ પાઉન્ડ) પણ સામેલ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement