અમિતાભના અવાજ-ઈમેજના મંજુરી વગર ઉપયોગ સામે હાઈકોર્ટનો સ્ટે

25 November 2022 04:09 PM
Entertainment India
  • અમિતાભના અવાજ-ઈમેજના મંજુરી વગર ઉપયોગ સામે હાઈકોર્ટનો સ્ટે

KBC શો ઉપરાંતની ઈમેજ-વોઈસ એ BigB ના બૌદ્ધિકસંપદા પ્રોપર્ટી રાઈટ હેઠળ આવે છે

નવી દિલ્હી: બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનના અવાજ-ઈમેજ કે તેની પર્સનાલીટી સાથે જોડાયેલા કોઈપણ પાસાનો મંજુરી વગર ઉપયોગ કરવા સામે દિલ્હી હાઈકોર્ટે સ્ટે આપ્યો છે.

આજે બીગ બી વતી સિનિયર ધારાશાસ્ત્રી હરિશ સાલ્વેએ હાઈકોર્ટમાં અરજી કરી અમિતાભના નામ અવાજ ઈમેજના કોઈપણ પ્રકારની પુર્વ મંજુરી વગર ઉપયોગ કરવા સામે સ્ટે માંગતી અરજી દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરી હતી અને હાઈકોર્ટે જણાવ્યું કે, અમિતાભને જાણીતું વ્યક્તિત્વ છે અને અનેક એડવર્ટાઈઝીંગમાં પણ ચમકે છે અને તેથી તેના અવાજ-ઈમેજ કે વ્યક્તિત્વ સાથે જોડાયેલા પહેલું નો ઉપયોગ તેની મંજુરી વગર લઈ શકાય નહી અને તેથી મંજુરી વગર તેના ઉપયોગ પર ‘સ્ટે’ જરૂરી છે અને જો તે સ્ટે આપવામાં આવે નહી તો અમિતાભને મોટુ નુકશાન થઈ શકે છે.

કેટલીક જાહેરાતો પણ બીગ બીની પ્રતિષ્ઠાને હાની પહોચાડી શકે છે. હાઈકોર્ટે જણાવ્યું કે, અમિતાભનો અવાજ તેની ઈમેજ વિ. ઈન્ટરએકચ્યુઅલી પ્રોપર્ટી રાઈટ હેઠળ આવે છે જે તેમનો અધિકાર છે. હાઈકોર્ટે ટેલીકોમ કંપનીઓ તથા એડ સર્વિસ એજન્સીઓ પણ બીગબીની મંજુરી વગરની તમામ એડ. કે સંદેશાઓ પણ દૂર કરવા આદેશ આપ્યો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement