સજાતીય સંબંધોના લગ્નને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ મંજૂરી આપવા સુપ્રિમમાં રિટ

25 November 2022 04:15 PM
Crime India
  • સજાતીય સંબંધોના લગ્નને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ મંજૂરી આપવા સુપ્રિમમાં રિટ

બંધારણની કલમ 32ને આગળ ધરાઈ : કેન્દ્ર સરકારને નોટીસ આપતી સર્વોચ્ચ અદાલત

નવી દિલ્હી,તા. 25
દેશમાં ફરી એક વખત સજાતીય સંબંધોમાં લગ્ન અંગે વિવાદ શરુ થયો છે અને સર્વોચ્ચ અદાલતમાં એક ગે યુગલે અરજી કરી સ્પેશ્યલ મેરેજ એક્ટ હેઠળ સજાતીય લગ્નોને મંજુરી આપવાની માગણી કરી છે. જેના પરથી સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને નોટીસ પાઠવી છે.

ચીફ જસ્ટીસ ડી.વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતા હેઠળની ખંડપીઠ સમક્ષ કેરલ સહિત અનેક રાજ્યોની હાઈકોર્ટમાં જે અલગ અલગ અરજીઓ આ અંગે થઇ છે તેને સુપ્રિમમાં ટ્રાન્સફર કરવા પણ આદેશ આપ્યો છે.

ગે યુગલે માગણી કરી હતી કે તેઓને એકબીજા સાથે લગ્નનો અધિકાર છે અને તે મૌલિક અધિકાર છે જેને રોકી શકાય નહીં. ગે ઉપરાંત લેસ્બીયન સમુદાયે પણ આ અરજીને સમર્થન આપ્યું હતું અને બંધારણની કલમ 32 મુજબ દાખલ થયેલી જાહેર હીતની અરજી પર હવે સુનાવણી કરવામાં આવશે.

અગાઉ સર્વોચ્ચ અદાલતે સજાતીય સંબંધોમાં પુખ્ત વયના વ્યક્તિઓ વચ્ચે સ્વૈચ્છિક રીતે બંધાતા આ પ્રકારના સંબંધોને ક્રિમીનલ વ્યાખ્યા હેઠળથી દૂર કર્યા હતા અને ભારતીય ફોજદારી ધાારની કલમ 377ને રદ કરી હતી. પરંતુ લગ્નને કે કોઇપણ પ્રકારના કાનૂની હક્કને મંજૂરી આપી ન હતી. હવે સર્વોચ્ચ અદાલત સમક્ષ આ મુદ્દો આવ્યો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement