સરકારી કર્મચારીઓ સરકાર સાથે કે સામે ? : સસ્પેન્સ : બપોર સુધીમાં 60%થી વધુ મતદાન

25 November 2022 04:32 PM
Rajkot Crime
  • સરકારી કર્મચારીઓ સરકાર સાથે કે સામે ? : સસ્પેન્સ : બપોર સુધીમાં 60%થી વધુ મતદાન
  • સરકારી કર્મચારીઓ સરકાર સાથે કે સામે ? : સસ્પેન્સ : બપોર સુધીમાં 60%થી વધુ મતદાન
  • સરકારી કર્મચારીઓ સરકાર સાથે કે સામે ? : સસ્પેન્સ : બપોર સુધીમાં 60%થી વધુ મતદાન
  • સરકારી કર્મચારીઓ સરકાર સાથે કે સામે ? : સસ્પેન્સ : બપોર સુધીમાં 60%થી વધુ મતદાન

વિધાનસભા બેઠકવાઈઝ કર્મચારીઓ-અધિકારીઓની ચૂંટણીલક્ષી તાલીમ પૂર્ણ : 80 વર્ષથી વધુ વયના બુઝુર્ગો તા. 29 સુધી પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે

રાજકોટ,તા. 25
ગુજરાત વિધાનસભાની આગામી તા. 1 ડીસેમ્બરે યોજાનાર પ્રથમ તબક્કાની ચૂંટણીના આડે હવે માત્ર પાંચ દિવસ જ બાકી રહ્યા હોય રાજકોટ શહેર-જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુ અને અધિક ચૂંટણી અધિકારી ખાચરની રાહબરીમાં ચૂંટણી તંત્ર દ્વારા મોટાભાગની તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે.

જેમાં ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ-કર્મચારીઓની તાલીમ પણ આજે સાંજના પરિપૂર્ણ થનાર છે. આ તાલીમની સાથોસાથ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવી રહ્યું હોય બપોર સુધીમાં ચૂંટણી સ્ટાફના મતદાનનો આંકડો 60 ટકાને પાર કરી ગયાનું જાણવા મળ્યું છે.

જો કે ચૂંટણી સ્ટાફના મતદાનમાં અધિકારીઓ અને કર્મચારીઓ સરકારની સાથે છે કે સામે ? તે અંગે હાલ તુરંત સસ્પેન્સ રહેલુ છે. અહીં એ ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર-જિલ્લાની વિધાનસભાની આઠ બેઠકોની ચૂંટણી માટે ફરજ પર લેવાયેલા કર્મચારીઓનું થર્ડ રેન્ડમાઇઝેશન આગામી તા. 29ને મંગળવારે થતા આ કર્મચારીઓને મતદાન બૂથો ફાળવી દેવાશે. વિધાનસભા બેઠક વાઈઝ ચૂંટણી ફરજ પર લેવાયેલા કર્મચારીઓ-અધિકારીઓને બે-બે દિવસની તાલીમ આપી સજ્જ કરવામાં આવેલ છે. ગત તા. 23થી ચૂંટણી સ્ટાફનો આ તાલીમ વર્ર્ગો શરુ થયા હતા. જે આજે પૂર્ણ થશે.

જેમાં રાજકોટ-68ની બેઠકના ચૂંટણી સ્ટાફને સરકારી પોલીટેકનીક (ભાવનગર રોડ-રાજકોટ), રાજકોટ-69ના કર્મચારીઓને વિરાણી હાઇસ્કૂલ, રાજકોટ ખાતે, રાજકોટ-70ના ચૂંટણી સ્ટાફને પીડી માલવિયા કોલેજ-રાજકોટ, રાજકોટ-71ના કર્મચારીઓને આત્મીય કોલેજ, ઓડીટોરીયમ રાજકોટ, રાજકોટ-72ના સ્ટાફને મોડેલ સ્કૂલ, જસદણ, રાજકોટ-73ના કર્મચારીઓને ટાઉન હોલ ગોંડલ, રાજકોટ-74ના ચૂંટણી સ્ટાફને સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલ-જેતપુર તેમજ રાજકોટ-75ની બેઠકના ચૂંટણી કર્મચારીઓને ડ્રીમ સ્કૂલ અને ક્ધયા વિદ્યાલય, ધોરાજી ખાતે તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવી હતી.

અહીં એ પણ ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર-જિલ્લાની વિધાનસભાની આઠ બેઠકોની ચૂંટણી માટે 26,000 જેટલા કર્મચારીઓનો સ્ટાફ ફરજ પર લેવામાં આવેલ છે. જેમાં ચૂંટણી કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન આજે સાંજના વિધિવત રીતે પૂર્ણ થનાર છે જ્યારે 80 વર્ષથી વધુ વયના બુઝુર્ગોનું બેલેટ પેપરથી મતદાન તા. 29 સુધીમાં જિલ્લામાં પૂર્ણ કરી દેવામાં આવનાર છે.


Related News

Advertisement
Advertisement
Advertisement