ભાજપ ઉમેદવાર રમેશભાઈ ટીલાળાના સમર્થનમાં બક્ષીપંચ મોરચા દ્વારા સંમેલન યોજાયું

25 November 2022 04:50 PM
Rajkot Elections 2022 Politics
  • ભાજપ ઉમેદવાર રમેશભાઈ ટીલાળાના સમર્થનમાં બક્ષીપંચ મોરચા દ્વારા સંમેલન યોજાયું
  • ભાજપ ઉમેદવાર રમેશભાઈ ટીલાળાના સમર્થનમાં બક્ષીપંચ મોરચા દ્વારા સંમેલન યોજાયું
  • ભાજપ ઉમેદવાર રમેશભાઈ ટીલાળાના સમર્થનમાં બક્ષીપંચ મોરચા દ્વારા સંમેલન યોજાયું

♦ કોંગ્રેસના કામો નહીં, કૌભાંડો અને કારનામાઓ બોલે છે : ધનસુખભાઈ ભંડેરી

♦ લોકો વચ્ચે રહીને લોકોપયોગી કામોને પ્રાધાન્ય આપીશ : રમેશભાઈ ટીલાળા

રાજકોટ : રાજકોટ-70 વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર રમેશભાઈ ટીલાળાના સમર્થનમાં ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા એક સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનને સંબોધતા ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે, અગાઉ કેન્દ્રમાં કોંગ્રેસ સરકારે ઘણા ભ્રષ્ટાચાર કર્યા હતા. તેના ખાડા પૂરવામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ઘણી મહેનત કરવી પડી હતી. જે લોકોએ કામોમાં ભ્રષ્ટાચાર કર્યો હતો, એ અત્યારે બોર્ડ મારે છે કે અમારા કામ કરેલ છે. તેમના કામ નથી, કૌભાંડ બોલ્યા કરે છે, કોંગ્રેસના કારનામા બોલે છે.

એટલે જ ગુજરાતની જનતાએ 27 વર્ષથી કોંગ્રેસને ગુજરાતમાંથી હદપાર કરી છે. આપણા વડાપ્રધાન એક બક્ષીપંચ સમાજની જ્ઞાતિમાંથી આવે છે. જે અત્યારે દેશના વિકાસના માટે અવિરત કામ કરી રહ્યા છે. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ કામોનો ઉલ્લેખ કરીને તા. 1 ડિસેમ્બરના મતદાનના દિવસે ક્રમ 1 નંબર પર રમેશભાઈના નામનું કમળના નિશાનનું બટન દબાવી ભાજપને વિજયી બનાવવા અપીલ કરી હતી. આ તકે રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું કે, હું હંમેશા લોકો વચ્ચે રહીને કામ કરનાર વ્યક્તિ છું.

લોકપયોગી કાર્યોને પ્રાધાન્ય આપીશ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશના વિકાસ માટે અથાગ મહેનત કરી રહ્યા છે. ભાજપ સરકાર એટલે વિકાસની સરકાર છે. ભાજપ હંમેશા લોકોની સાથે ઉભા રહીને કામ કરતી પાર્ટી છે. તેમણે લોકશાહીના પર્વ ચૂંટણીમાં ભાજપના ચારેય ઉમેદવારો વિજેતા થાય તે માટે સો ટકા મતદાન થાય એ જોવા ખાસ જણાવ્યું હતું.

આ સંમેલનમાં પૂર્વ મેયર તેમજ ગુજરાત ફાઇનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખ ભંડેરી, બક્ષીપંચ મોરચાના પ્રમુખ નીલેશભાઈ જલુ, વોર્ડ નં. 13ના કોર્પોરેટર દક્ષાબેન વાઘેલા, સોનલબેન સેલારા, જયાબેન ડાંગર, બક્ષીપંચ મોરચાના મહામંત્રી ઉમેશકુમાર ધામેચા, લલીતભાઈ વાડોલીયા, અલગ અલગ સમાજના આગેવાનો મનસુખભાઈ ધંધુકીયા, રવજીભાઈ મકવાણા, અરવિંદભાઈ ધંધુકીયા, દીપકભાઈ નકુમ, અજયભાઈ પરમાર, અરુસિંહ સોલંકી, હરસુખભાઈ પરમાર, નરેન્દ્રભાઈ સોલંકી, હરીભાઈ રાતડીયા, કાર્યકરો વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

રમેશભાઈ ટીલાળાનું હસનવાડીમાં હરેશભાઈ જોશીના પરિવાર દ્વારા કુમકુમ તિલક કરીને પુષ્પહાર દ્વારા સ્નેહભર્યું સ્વાગત કરાયું
ભાજપ ઉમેદવાર રમેશભાઈ ટીલાળાનો વોર્ડ નં. 17માં સઘન લોકસંપર્ક યોજાયો
રાજકોટ દક્ષિણમાં રમેશભાઈ ટીલાળાને મળી રહ્યું છે મતદારોનું જબરદસ્ત સમર્થન
રાજકોટ દક્ષિણ વિધાનસભા-70ના ભાજપ ઉમેદવાર રમેશભાઈ ટીલાળાનો વોર્ડ નં. 17ના વિવિધ વિસ્તારોમાં સઘન લોકસંપર્કનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભાજપ ઉમેદવાર રમેશભાઈ ટીલાળા વોર્ડ નં. 17ના હસનવાડી, ગીતાંજલી, સાધના સોસાયટી, આનંદનગર, શ્રીનગર, સહકાર સોસાયટી મેઇન રોડ, નારાયણનગર, ઢેબર કોલોની વિગેરે વિસ્તારોનો લોકસંપર્ક કરીને આમ પ્રજાજનો, દુકાનદારો, વેપારીઓને આત્મીયતાથી મળ્યા હતા. આ લોકસંપર્ક દરમિયાન તેઓને મતદારોએ સહર્ષ આવકારીને ભાજપને મત આપવા અનુરોધ કર્યો હતો.

લોકોએ તેમને સુનિશ્ચિત રહેવા મુક સહમતિ આપતા હોય તેવી પ્રતિતિ જોવા મળી હતી. રમેશભાઈ ટીલાળાનું હસનવાડીમાં શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોશી અને તેમના પરિવારના સભ્યો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રમેશભાઈ ટીલાળાને કુમકુમ તિલક કર્યા બાદ ફુલહારથી સ્વાગત ભાજપ યુવા મોરચાના ઉદય જોશી તથા હિતેશ જોશીએ કર્યું હતું.

આ પ્રસંગે વોર્ડના પ્રમુખ જયંતિભાઈ નોંધણવદરા, મહાનગરપાલિકાના ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઈ ઠાકર, કોર્પોરેટરો વિનુભાઈ ધવા, રવજીભાઈ મકવાણા, અગ્રણીઓ જગદીશ વાઘેલા, યોગેશ ભટ્ટ, જયંતિ સરધારા, બટુક દુધાગરા સહિત કાર્યકરો, રહેવાસી ભાઈ-બહેનો વગેરે હાજર રહ્યા હતા.આ તકે વોર્ડ નંબર 17 ના કોર્પોરેટર કીર્તીબા રાણા ના નેતૃત્વ માં બહોળી સંખ્યા માં બહેનો દ્વારા લોકસંપર્ક નું કાર્ય કરવામાં આવી રહ્યું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement