કન્સ્ટ્રકશન સાઈટના શ્રમયોગીઓને મતદાન માટે તા.1ના રહેશે સવેતન રજા

25 November 2022 04:52 PM
Rajkot Elections 2022 Politics
  • કન્સ્ટ્રકશન સાઈટના શ્રમયોગીઓને મતદાન માટે તા.1ના રહેશે સવેતન રજા

જોગવાઈથી વિરૂદ્ધ વર્તન કરનારા નોકરી દાતાઓ સામે થશે શિક્ષાત્મક કાર્યવાહી

રાજકોટ,તા.25
રાજકોટ જિલ્લામાં આગામી તા. 01/12/2022ને ગુરુવારના રોજ વિધાન સભા સામાન્ય ચુંટણી યોજાનાર છે. આ દિવસે જે-તે મતવિસ્તારના કારખાના ધારા-1948 હેઠળના કારખાનામાં કામ કરતાં શ્રમ યોગીઓ તેમજ ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કસ એકટ-1996 અન્વયે નોંધણી થયેલ સંસ્થા/સાઇટના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતનરજા આપવાની રહેશે.

આ જોગવાઇ અનુસાર રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ/કર્મચારીઓના પગાર માંથી કોઇક પાત કરવાની રહેશે નહીં, રજાના કારણે જો શ્રમયોગી/કર્મચારી પગાર મેળવવાનો હકક ન ધરાવતો હોય, તેવા સંજોગોમાં જે-તે વ્યકિત રજા જાહેર ન થઇ હોય અને જે પગાર મળવા પાત્ર થતો હોય તેટલો પગાર ચૂકવવાનો રહેશે.

જે મતદારની ગેર હાજરી થી જોખમ ઉભુ થવા સંભવ હોય અથવા રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયા વાળા કારખાનામાં કામ કરતાંં શ્રમયોગીઓ / કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે, તે માટે તેમની ફરજના સમય માંથી મતદાનના સમય ગાળા દરમ્યાન ત્રણ થી ચાર કલાક મતદાન માટે સવેતનરજા આપવાની રહેશે.

જો કોઇનો કરી દાતા ઉપરોકત જોગવાઇ થી વિરૂદ્ધનું વર્તન કરશે તો આ કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ સંયુક્ત નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય-રાજકોટની યાદીમાં જણાવાયું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement