નવનિર્મિત ભાજપ કાર્યાલય કમલમની મુલાકાત લેતા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડાજી

25 November 2022 04:54 PM
Rajkot
  • નવનિર્મિત ભાજપ કાર્યાલય કમલમની મુલાકાત લેતા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડાજી

♦ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના ભાવભર્યા આગ્રહ અને લાગણીને માન આપી

♦ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાજી સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે રહ્યા

રાજકોટ
ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છની પ્રદેશ કક્ષાની પક્ષીય પ્રવૃતિ માટે રાજકોટ ખાતે 150 ફૂટ રીંગ રોડ પર શીતલપાર્ક ચોક પાસે અદ્યતન કમલમ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

રાજકોટ આવેલા ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાજી રાજકોટ ભાજપ કાર્યાલય કમલમની મુલાકાત લીધી હતી. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના ભાવભર્યા આગ્રહ અને લાગણીને માન આપી રાજકોટ નવનિર્મિત ભાજપ કાર્યાલય કમલમની મુલાકાત લેતા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડાજીને રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ કમલેશભાઈ મિરાણીએ આગામી વિધાનસભા ચૂંટણીમાં રાજકોટની ચારેય બેઠક પરથી ભગવો લહેરાશે એવો વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે શહેર ભાજપ અધ્યક્ષ કમલેશભાઈ મીરાણી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી, સાંસદ રામભાઈ મોકરીયા, મેયર ડો. પ્રદિપ ડવ, ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, શહેર-જિલ્લા ભાજપના સંગઠનના હોદેદારો, વિવિધ સેલ-મોરચાના હોદેદારો, ભાજપ કાર્યાલયના કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, કાર્યાલય મંત્રી હરેશભાઈ જોશી, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, શહેર ભાજપ મહામંત્રીઓ જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.


Related News

Advertisement
Advertisement
Advertisement