ફરિયાદ નિવારણ સેલમાં 223 ફરિયાદો: 217નું નિવારણ, 6 ખોટી નિકળી

25 November 2022 04:56 PM
Rajkot
  • ફરિયાદ નિવારણ સેલમાં 223 ફરિયાદો: 217નું નિવારણ, 6 ખોટી નિકળી

નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા માટે મહત્વની ભૂમિકા અદા કરતું ફરિયાદ નિવારણ સેલ

રાજકોટ,તા.25
રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા માટે દરેક પાસાઓ ઉપર પુરી સજ્જતા સાથે કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ડિજીટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ આદર્શ આચાર સંહિતાનું પાલન થાય તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જે અનુસંધાને કલેકટર કચેરી ખાતે કાર્યરત ફરિયાદ નિવારણ સેલ અનેસી - વિજિલએપ મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

ફરિયાદ નિવારણ સેલ માંસી - વિજીલ એપના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ 223 જેટલી ફરિયાદો આવી છે. જેમાંથી કુલ 6 ફરિયાદો ખોટી હોવાથી ડ્રોપ કરીને કુલ 217 ફરિયાદોનું નિવારણ કરવામાં આવ્યું છે. આઠ વિધાનસભાની બેઠકો માંથી રાજકોટ પૂર્વ માંથી કુલ - 63, રાજકોટ પશ્ચિમ મત વિસ્તાર માંથી કુલ - 19, રાજકોટ દક્ષિણ મતવિસ્તાર માંથી - 26, રાજકોટ ગ્રામ્ય માંથી - 63, જસદણ વિસ્તાર માંથી 02, ગોંડલ મતક્ષેત્ર માંથી 23, જેતપુર ક્ષેત્ર માંથી 11 તેમજ ધોરાજી વિસ્તાર માંથી કુલ - 10 ફરિયાદો નોંધાઈ હતી.

આ ફરિયાદો પરત્વરિત કાર્યવાહી કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. તેમજ ચૂંટણી પ્રક્રિયા માટ ખાસ શરૂ કરવામા આવેલા 18002 33032 2 ટોલ ફ્રી નંબર પર અત્યાર સુધીમાં આવેલી કુલ 26 ફરિયાદોનું સત્વર ેનિવારણ કરી આપવામાં આવ્યું છે. આમન્યાયી અને મુક્ત વાતાવરણ સાથે વિધાન સભા સામાન્ય ચૂંટણી - 2022મા ંચૂંટણી સંબંધિત એપ્લિકેશનના ેમહત્વની ભૂમિકા ભજવી રહી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement