લગ્નોની, ચુંટણીની અને ધાર્મિક પ્રસંગોમાં અન્ન અને પાણીનો ઉપયોગ યોગ્ય દિશામાં કરી બગાડ અટકાવવા અપીલ

25 November 2022 04:58 PM
Rajkot
  • લગ્નોની, ચુંટણીની અને ધાર્મિક પ્રસંગોમાં અન્ન અને પાણીનો ઉપયોગ યોગ્ય દિશામાં કરી બગાડ અટકાવવા અપીલ

રાજકોટ:તા 25
રાજકોટ સ્થિત જાણીતી ક્રાંતિકારી સંસ્થા યુથ ફોર ડેમોક્રેસી યુવા જાગૃતિ અને લોકજાગૃતિના કાર્યો ઉપરાંત અનેકવિધ સમાજ ઉત્થાનની રચનાત્મક પ્રવૃતિઓ કરે છે. આ પ્રવૃતિઓના ભાગરૂપે સંસ્થા દ્વારા (1) બેટી બચાવો, ભૃણ હત્યા અટકાવો (2) સાયકલ ચલાવો, પર્યાવરણ તથા સ્વાસ્થ્ય બચાવો તેમજ (3) વ્યસનમુકિત અભિયાન ચલાવવામાં આવે છે.

આજકાલ લોકો દ્વારા ઉજવાતા સામાજીક પ્રસંગો જેવા કે, ધાર્મિક પ્રસંગો, ચુંટણી સમારંભો, લગ્ન સમારંભો, પાર્ટીઓ તેમજ મીટીંગોમાં મોટા પ્રમાણમાં અન્નનો અને પાણીનો બગાડ થતો જોવા મળે છે. આવો અન્નનો અને પાણીનો બગાડ થતો અટકાવીને તેનો સદ્ઉપયોગ કરવા યુથ ફોર ડેમોક્રેસીના પ્રમુખ એડવોકેટ હિંમતભાઈ લાબડીયાએ જાહેર અપીલ કરેલ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement