રાજકોટ જિલ્લામાં ચૂંટણી તાલિમ વચ્ચે એક હજાર કર્મચારીએ ટપાલથી મત આપ્યા

25 November 2022 05:01 PM
Rajkot
  • રાજકોટ જિલ્લામાં ચૂંટણી તાલિમ વચ્ચે એક હજાર કર્મચારીએ ટપાલથી મત આપ્યા

આઠ વિધાનસભા વિસ્તારોમાં તાલીમ સ્થળે વોટર ફેસિલિટેશન સેન્ટરની વ્યવસ્થા કરાઈ

રાજકોટ,તા.25
રાજકોટ જિલ્લાના આઠ વિધાનસભા મત વિસ્તારોમાં મતદાનની કામગીરી સાથે સંકળાયેલા સ્ટાફ માટે હાલ ચૂંટણીલક્ષી તાલીમ ચાલી રહી છે. આ કર્મચારીઓ પોતાનો મત ટપાલપત્રથી આપી શકે તે માટે આઠ તાલીમ મથકો પર મતદાન સુવિધા કેન્દ્ર (વોટિંગ ફેસિલિટેશન સેન્ટર)ની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. જેમાં આજે આશરે 1037 સ્ટાફ દ્વારા ટપાલપત્રથી પોતાનો મત આપવામાં આવ્યો હતો.

68-રાજકોટ પૂર્વ મત વિસ્તારમાં આશરે 82 કર્મચારીઓએ ટપાલપત્ર મારફત પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જ્યારે 69-રાજકોટ પશ્ચિમ મતક્ષેત્રમાં આશરે 75 સ્ટાફે પોતાનો મત આપ્યો છે. 70-દક્ષિણમાં આશરે 115 કર્મચારીઓએ, તો 71-રાજકોટ ગ્રામ્યમાં આશરે 177 સ્ટાફે પોતાનો મત ટપાલથી આપ્યો છે.

72-જસદણ મતક્ષેત્રમાં આશરે 173 સ્ટાફ દ્વારા મત આજે આપવામાં આવ્યા છે. 73-ગોંડલમાં આશરે 21 પોસ્ટલ બેલેટ આવ્યા છે. 74-જેતપુરમાં આજે આશરે 91 કર્મચારી તો 75-ધોરાજીમાં અંદાજે 303 મત ટપાલથી આવ્યા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement