1950 ટોલ ફ્રી નંબર સેલની મુલાકાત લેતા જનરલ ઓબ્ઝર્વર સુશીલકુમાર પટેલ

25 November 2022 05:02 PM
Rajkot
  • 1950 ટોલ ફ્રી નંબર સેલની મુલાકાત લેતા જનરલ ઓબ્ઝર્વર સુશીલકુમાર પટેલ

રાજકોટ તા.24
વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 શાંતિપૂર્ણ અને ન્યાયપૂર્ણ રીતે યોજાય તે હેતુસર કેન્દ્ર ચૂંટણી પંચ દ્વારા રાજકોટ જિલ્લાની આઠેય બેઠકોનું નિરીક્ષણ કરવા માટે જનરલ ઓબ્ઝર્વરોની નિમણુંક કરવામાં આવી છે. 70-71 વિધાનસભા મત વિસ્તાર માટે નિયુકત થયેલા જનરલ ઓબ્ઝર્વર સુશીલકુમાર પટેલે આજરોજ મતદાર યાદી સંબંધિત પ્રશ્ર્નોના નિવારણ માટે કાર્યરત 1950 ટોલ ફ્રી નંબર સેલની મુલાકાત લીધી હતી.

કલેકટર કચેરી ખાતે કાર્યરત ડિસ્ટ્રીકટ કોન્ટેકટ સેન્ટર (ડી.સી.સી.) મતદારોના નામ-સરનામું સુધારવા માટેના, ફોટો અપડેટ કરવા તેમજ ચૂંટણી અને મતદાર યાદીને લગતા વિવિધ પ્રશ્ર્નોના નિવારણ અંગે કરવામાં આવતી કામગીરી અંગેની વિગતવાર જાણકારી મેળવીને જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શિકાઓ પૂરી પાડી હતી. સાથો સાથ ફરિયાદ નિવારણ સેલની પણ મુલાકાત લીધી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement