2017ની સરખામણીએ આ વખતે રાજકોટનાં ચૂંટણી મેદાનમાં 20-અપક્ષ ઉમેદવારોનો ઘટાડો

25 November 2022 05:03 PM
Rajkot
  • 2017ની સરખામણીએ આ વખતે રાજકોટનાં ચૂંટણી મેદાનમાં 20-અપક્ષ ઉમેદવારોનો ઘટાડો

વર્ષ 2017માં રાજકોટ જિલ્લામાં 51-અપક્ષ ઉમેદવારો હતા ચાલુ વર્ષે 31-અપક્ષ

રાજકોટ,તા.25
કોઈ પક્ષમાં દાવેદારી ના મેળવતા ઉમેદવાર અપક્ષ તરીકે ચૂંટણી લડી શકે તેવી આપણી બંધારણની રચના અનુસંધાને અપક્ષ તરીકે ઉમેદવાર ચૂંટણીમાં ઉભા રહી શકે છે. વિધાનસભા - 2017 ની સામાન્ય ચૂંટણીમાં8 બેઠકો પર 51 અપક્ષ ઉમેદવારો સામે આ વખતે 31 ઉમદેવારો ચૂંટણી લડવા મેદાનમાં ઉતર્યા છે. જો કે ગત વિધાનસભામાં એક પણ અપક્ષ ઉમેદવાર વિજેતા થયેલ નહતો.

વોટ શેર જોઈએ તો ગત વિધાનસભામાં 8 બેઠકના 51 ઉમેદવારોનો કુલ વોટ શેર 12.89 ટકા રહ્યો હતો. જેમાં રાજકોટ પૂર્વમાં 6 ઉમેદવારો વચ્ચે 1.54ટકા, રાજકોટ પશ્ચિમમાં 9 ઉમેદવારોનો 0.93 %, રાજકોટ દક્ષિણમાં 4 ઉમેદવારોનો સૌથી ઓછો 0.65 ટકા વોટ શેર તેમજ રાજકોટ રૂરલમાં વોટ શેર કુલ 2.16 % રહ્યો હતો. જયારે જસદણ બેઠક પર 8 ઉમેદવરોનો 2.31 %, ગોંડલ બેઠક પર 4 ઉમેદવારોનો 1.24 %, જેતપુર બેઠક પર પાંચ ઉમેદવારોનો 1.45% અને ધોરાજી બેઠક પર 6 અપક્ષ ઉમેદવારોનો કુલ વોટ શેર સૌથી વધુ 2.61 % નોંધાયો હતો.

ગત વિધાનસભા ચૂંટણી કરતા આ વખતની વિધાનસભા ચૂંટણીમાં 20 જેટલા અપક્ષ ઉમેદવારોની ઘટાડો જોવા મળે છે. જેમાં રાજકોટ પૂર્વમાં 6 સામે 4, રાજકોટ પશ્ચિમમાં 9 સામે આ વખતે 8, રાજકોટ દક્ષિણમાં 4 સામે 5, રાજકોટ રૂરલમાં 9 સામે 6, જસદણમાં 8 સામે માત્ર 2, ગોંડલમાં 4 સામે માત્ર 1, જેતપુર બેઠકમાં 5 સામે 2 તેમજ ધોરાજી બેઠક પર 6 સામે 3 ઉમેદવારો વર્ષ 2022 ની સામાન્ય ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement