ભાજપના નેતા સામે નેગેટીવ પ્રચાર કરતા નહીં : કોંગ્રેસના ઉમેદવારે આપી સૂચના!

25 November 2022 05:05 PM
Rajkot
  • ભાજપના નેતા સામે નેગેટીવ પ્રચાર કરતા નહીં : કોંગ્રેસના ઉમેદવારે આપી સૂચના!

કાર્યકરોને અટકાવ્યા : ખેલદિલી કે બધા એક સરખા? મતક્ષેત્રમાં અનેક ચર્ચાઓ

રાજકોટ, તા. 25
રાજકોટમાં ચૂંટણી પ્રચાર ગરમ કરવા રાજકીય નેતાઓ દોડાદોડી કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના એક ઉમેદવારે ભાજપના એક પાટીદાર નેતાનો નેગેટીવ પ્રચાર રોકાવી દીધાની ચર્ચા પણ કાર્યકરોમાં ટોપીક જેવી બની છે.

એક મતક્ષેત્રમાં કોંગ્રેસના ઉમેદવારે ભાજપના આગેવાન સામે નેગેટીવ પ્રચાર કરતા કાર્યકરોને અટકાવ્યા હતા. આ નેતા સામે કોઇ નકારાત્મક પ્રચાર ન ફેલાવવા ખાસ સૂચના આપવામાં આવી હતી જેનાથી આ ઉમેદવાર અને ભાજપના નેતા વચ્ચે કયો સંબંધ હશે તે પ્રશ્ર્ન ચર્ચાવા લાગ્યો છે.

ભાજપના આ અગ્રણીને કોઇ પણ રીતે પ્રચારમાં ટચ ન કરવા તેવી સૂચના કયા સંકેત આપે છે તે વિસ્તારના કાર્યકરોને સમજાતું ન હતું. પરંતુ અંતે તેને ખેલદિલી કહેવી કે બધા સરખા એવો પ્રશ્ર્ન અંદરોઅંદર કરવા લાગ્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement