સુરતથી પાલીતાણા છિરપાલિત પદયાત્રા સંઘનો રંગેચંગે પ્રારંભ : તા.23 ડિસે.નાં નગર પ્રવેશ

25 November 2022 05:08 PM
Rajkot Dharmik
  • સુરતથી પાલીતાણા છિરપાલિત પદયાત્રા સંઘનો રંગેચંગે પ્રારંભ : તા.23 ડિસે.નાં નગર પ્રવેશ

બંધુબેલડા જૈનાચાર્યશ્રી જિનચંદ્રસાગ2સૂિરજી મ઼ આદિની નિશ્રામાં

► પદયાત્રા સંઘ પ્રયાણમાં વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટયા : આગામી તા.17 તથા 18 ના પદયાત્રા સંઘનું અયોધ્યાપુરમ તીર્થના આંગણે રોકાણ : અનેરો ધર્મોલ્લાસ

રાજકોટ તા.25
આચાર્ય બંધુ બેલડીના આ.ભ.શ્રી જિનચંંદ્રસાગરસૂિરજી મ઼ આદિ ઠાણાની નિશ્રામાં તા.ર4 મી ના ગુુરુવારે ઉંમરા જૈન સંઘ (સુરત) ખાતેથી પાલીતાણા છિરપાલિત પદયાત્રા સંઘનો અનેરો ધર્મોલ્લાસ સાથે વાજતે ગાજતે પ્રારંભ થયો હતો. અયોધ્યાપુરમ તીર્થના મેનેજીંગ ટ્રસ્ટી જયંતભાઈ મહેતાએ વિગતો આપતાં જણાવ્યું કે ગઈકાલે સુરતથી છિરપાલિત પદયાત્રા સંઘનો પ્રારંભ થયો ત્યારે દસ હજારથી વધુ લોકો આવી પહોંચ્યા હતા. પદયાત્રામાં રપ0 થી વધુ ભાવિકો જોડાયા છે. યાત્રામાં 4ર બગી, ચાર બેન્ક, હાથી વગેરે સામેલ થયા હતા. સુરતથી આ. શ્રી જિનચં સગાર સૂિરજી મ઼ આદિની નિશ્રામાં નીકળેલી છિરપાલિત પદયાત્રા આગામી તા.23 મી ડિસે. ના પાલીતાણા નગર પ્રવેશ કરશે તથા તા.ર4 મી ડિસે.ના માળનો પ્રસૃંગ શત્રુંજય ગિિરની યાત્રા બાદ યોજાશે. છિરપાલિત પદયાત્રા અયોધ્યાપુરમ તીર્થ ખાતે આગામી તા.17 તથા 18 ડિસે. એમ બે દિવસ રોકાશે. જયારે અયોધ્યાપુરમથી બીજા ભાવિકો પદયાત્રામાં જોડાશે. 600 થી વધુ ભાવિકો સાથે અયોધ્યાપુરમથી પદયાત્રા પાલીતાણા પહોંચશે. સંઘપતિ તરીકે જૈન અગ્રણી જયંતભાઈ મહેતા તથા અન્ય શ્રેષ્ઠીઓએ લાભ લીધો છે. બંધુ બેલડીના પ્રખર પ્રવચનકાર આચાર્ય ભગવંત પૂ. શ્રી હેમચંસાગરસૂિરજી મ઼ આદિઠાણાની નિશ્રામાં શંખેશ્વરથી પાલીતાણાની છિરપાલિત પદયાત્રા યોજાયેલ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement