જાંબાજ સૈનિકના દેશદાઝના વિષયની પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘ધમણ’ ધી સેવિયર 6-6 ભાષામાં રિલીઝ થશે

25 November 2022 05:21 PM
Rajkot Entertainment Gujarat
  • જાંબાજ સૈનિકના દેશદાઝના વિષયની પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘ધમણ’ ધી સેવિયર 6-6 ભાષામાં રિલીઝ થશે
  • જાંબાજ સૈનિકના દેશદાઝના વિષયની પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘ધમણ’ ધી સેવિયર 6-6 ભાષામાં રિલીઝ થશે
  • જાંબાજ સૈનિકના દેશદાઝના વિષયની પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘ધમણ’ ધી સેવિયર 6-6 ભાષામાં રિલીઝ થશે
  • જાંબાજ સૈનિકના દેશદાઝના વિષયની પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘ધમણ’ ધી સેવિયર 6-6 ભાષામાં રિલીઝ થશે
  • જાંબાજ સૈનિકના દેશદાઝના વિષયની પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘ધમણ’ ધી સેવિયર 6-6 ભાષામાં રિલીઝ થશે

♦ ગુજરાતી ફિલ્મોમાં અનોખી પહેલ: બોલીવુડની કક્ષાના એકશન દ્દશ્યો

♦ ફિલ્મના કલાકારો- કસબી- નિર્માતા આર્જવ ત્રિવેદી, કથા પટેલ, અર્પિત બ્રહ્મભટ્ટ, ભુપત બોદર ‘સાંજ સમાચાર’ ના આંગણે: દેશભક્તિની સાથે સાથે આ ફિલ્મમાં પારિવારિક સંવેદના પણ છે: અભિનેતા આર્જવ ત્રિવેદી: ફિલ્મ ગુજરાતી ઉપરાંત હિન્દી, તેલુગુ, ભોજપુરી, તમિલ અને કન્નડ ભાષામાં રિલીઝ થશે: બોદર

રાજકોટ તા.25
ગુજરાતી ફિલ્મ વિષે અગાઉ એવી વ્યાખ્યા હતી- ગામ, ગાડુ ને ગોકીરો! એ પછી અર્બન ફિલ્મોનો યુગ આવ્યો. આ ફિલ્મોમાં શહેરી ગુજરાત ઝળકતું હતું. પરંતુ ગુજરાતી ફિલ્મોમાં એવી અપેક્ષા રાખી શકાય જે શુદ્ધ દેશપ્રેમના વિષય પરની હોય. બોલીવુડમાં અને હોલીવુડમાં આવી ઢગલાબંધ ફિલ્મો આવી છે. બોલીવુડની ફિલ્મોની વાત કરીએ તો ચેતન આનંદની વોર ફિલ્મ ‘હકીકત’ કે જે.પી.દતાની ‘બોર્ડર’ ફિલ્મ આજે પણ લોકપ્રિય છે. પરંતુ ગુજરાતીમાં ખાસ દેશભક્તિના વિષયની ફિલ્મ લઈને આવ્યા છે. શિવમ ભુપત બોદર. જાણીતા ફિલ્મ પ્રોડયુસર અને નેતા ભુપત બોદરના પુત્ર માત્ર 18 વર્ષની વયે આ ફિલ્મના પ્રોડયુસર બન્યા છે.

‘ધમણ’ (ધ સેવિયર) ટાઈટલ ધરાવતી આ ફિલ્મમાં દેશભક્તિની કથાના બેક ગ્રાઉન્ડમાં એકશન, સંવેદના અને કોમેડીનો પણ સંગમ છે. ‘સાંજ સમાચાર’ની મુલાકાતે આવેલા આ ફિલ્મના કલાકારો-કસબીઓ, પ્રોડયુસર આર્જવ ત્રિવેદી કથા પટેલ, અર્પિત બ્રહ્મભટ્ટ, ભુપત બોદદરે ફિલ્મને લઈને ઘણી રસપ્રદ વાતો કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘ધમણ (ધી સેવિયર) અનેક બાબતોમાં પ્રથમ છે.

ખાસ કરીને દેશભક્તિના બ્રેકગ્રાઉન્ડ ધરાવતી આ પહેલી ફિલ્મ છે. ફિલ્મના એકટર આર્જવ ત્રિવેદીએ જણાવ્યું હું કે આ ફિલ્મમાં બોલીવુડની ફિલ્મોની કક્ષાની ટેકનીક અપનાવાઈ છે. આ ફિલ્મમાં પહેલી વખત એકશન સિકવન્સ ડિઝાઈન કરાઈ છે. આ ફિલ્મના એકશન-સ્ટંટ દ્દશ્યો બોલીવુડની ફિલ્મોને ટકકર મારે તેવા ફિલ્માવાયા છે.

ફિલ્મના નિર્માતા ભૂપત બોદરે જણાવ્યું હતું કે ગુજરાતી ભાષાની આ પહેલી ફિલ્મ છે જે 6 ભાષામાં રિલીઝ થશે. આ ફિલ્મ ગુજરાતી ઉપરાંત તમિલ, તેલુગુ, કન્નડ, ભોજપુરી અને હિન્દી ભાષામાં ડબ કરી રજુઆત પામશે.

અભિનેતા આર્જવ ત્રિવેદી જણાવે છે કે આ ફિલ્મની કથા એક સૈનિકની છે, એ માત્ર બોર્ડર પર જ ફરજ નથી બજાવતો. બલકે દેશમાં જયાં જયા સમસ્યા પેદા થાય છે, દૂષણો પેદા થાય છે તે પણ દૂર કરે છે. આ ફિલ્મના દેશપ્રેમની સાથે સાથે પારિવારિક સંવેદના પણ ગુંથાઈ છે.

ફિલ્મની અભિનેત્રી કથા પટેલે જણાવ્યું હતું કે આ ફિલ્મમાં હું રાશીનું પાત્ર ભજવે છે. રાશી એક એવી યુવતી છે જે ખોટું સહન નથી કરતી, તે પરંપરાને જાળવીને આધુનિક યુવતી છે. ફિલ્મના એડીટર અર્પિત બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે આ ફિલ્મમાં એકશન જે રીતે ડિઝાઈન કરાઈ છે તે ગુજરાતી ફિલ્મમાં પ્રથમ વખત છે. ફિલ્મ ‘ધમણ (ધી સેવિયર)’ ગુજરાતી ફિલ્મ હોવા છતાં એક હિન્દી ગીત છે. જે રાષ્ટ્રભક્તિ પર આધારીત છે.

આ ફિલ્મના નિર્દેશક રાજન આર. વર્મા છે. સંવાદો બંટી રાઠોડે લખ્યા છે, સિનેમેટોગ્રાફી નસીમ અહેમદની છે. આ ફિલ્મમાં જયેશ મોરે, અનંગ દેસાઈ, ભાવિની જાની, કિશન ગઢવી સહિતના કલાકારોએ કામ કર્યું છે. દેશદાઝથી ભરેલી આ એકશન પેક, પારિવારિક ફિલ્મ બીજી ડિસેમ્બરે ગુજરાતભરમાં રિલીઝ થઈ. હાલ આ ફિલ્મને 6 ભાષામાં ટ્રેલર ધૂમ મચાવી રહ્યું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement