ડ્રામા, સસ્પેન્સ, લાગણીઓથી ભરેલી રમુજી રોલર કોસ્ટર રાઈડ ફિલ્મ "ભગવાન બચાવે” 2 ડિસેમ્બરે થશે રિલીઝ

25 November 2022 05:31 PM
Rajkot ELECTIONS 2021 Gujarat
  • ડ્રામા, સસ્પેન્સ, લાગણીઓથી ભરેલી રમુજી રોલર કોસ્ટર રાઈડ ફિલ્મ "ભગવાન બચાવે” 2 ડિસેમ્બરે થશે રિલીઝ

♦ મલ્ટી સ્ટારર કોમેડી ફિલ્મ ‘ભગવાન બચાવે’ના કલાકારો ‘સાંજ સમાચાર’ની મુલાકાતે

♦ સોનુ નિગમ, નકાશ અઝીઝ અને દિવ્યા કુમાર જેવા ટોચના બોલિવૂડ ગાયકોએ પ્લેબેક કર્યું

રાજકોટ,તા.25
ડ્રામા, સસ્પેન્સ, લાગણીઓથી ભરેલી રમુજી રોલર કોસ્ટર રાઈડ ફિલ્મ ભગવાન બચાવે એ એવા ત્રણ મધ્યમ વર્ગના મહત્વાકાંક્ષી લોકોની વાત છે જેઓ પોતાના જીવનમાં આવતા અણધાર્યા વળાંક પછી તેમના સામાન્ય જીવનને પુનર્જિવીત કરવાના મિશન પર એકસાથે કામ કરે છે. અને સૌથી અગત્યની વાત, આ ફિલ્મમાં એવા મધ્યમ વર્ગીય લોકો માટે સંદેશ છે જે હંમેશા લોન, ક્રેડિટ કાર્ડ અને હપ્તા સિસ્ટમમાં અટવાયેલા હોય છે. ખાસ કરી ને યંગસ્ટર્સ ને સંદેશો આપે છે. દેખાદેખી માં તેઓ ખોટા નિર્ણયો લઈ લે છે.

આ ફિલ્મમાં જિનલ બેલાણી, ભૌમિક સંપત અને મુની ઝા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જિનલ અને ભૌમિકએ સાથે મળીને આ ફિલ્મનું દિગ્દર્શન કર્યુ છે અને સાથે વાલ્મિકી પિક્ચર્સના બેનર હેઠળ આ ફિલ્મનું નિર્માણ પણ કર્યુ છે. ‘ભગવાન બચાવે’ 2જી ડિસેમ્બર, 2022ના રોજ રિલીઝ થઈ રહી છે.

જેને લઇને ટીમ આજે રાજકોટ પહોંચી હતી અને ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા. મુંબઈ મૂવી સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત, આ ફિલ્મનું વિતરણ યુએફઓ સિને મીડિયા નેટવર્ક દ્વારા કરવામાં આવશે. આજ રોજ ફિલ્મ ની સ્ટાર કાસ્ટ ‘સાંજ સમાચાર’ ની મુલાકાત લઈ ફિલ્મ અંગે ના રસપ્રદ અનુભવો જણાવ્યા હતા.

ફિલ્મમા મુખ્ય પાત્રો બે છે. જીનલ બેલાણી ક્રેડિટ કાર્ડ આપનાર એજન્ટ છે. ફિલ્મ મા તેમનું નામ મંજરી છે સ્વભાવ એ ખૂબ અડશું છે. અને ફિલ્મ ના હીરો ભૌમિક સંપત જતીન દેસાઈ નું પાત્ર ભજવે છે. જે રિકવરી એજન્ટ છે. ક્રેડિટ કાર્ડ આપ્યા બાદ કેવા કેવા લોકોના જીવનમાં વર્ણક આવે છે તે ફિલ્મ મા જોવાનું રહ્યુ. ફિલ્મ નું શૂટિંગ અમદાવાદ મા કરવામાં આવ્યુ છે. ફિલ્મ મા ચાર સોંગ છે જેમાં બે સોનું નિગમે ગાયા છે.

આ જીનલ બેલાણી દ્વારા મુખ્ય લેખક, દિગ્દર્શક, નિર્માતા અને અભિનેતાનું કાર્ય કર્યું છે. હિન્દી ફિલ્મ અભિનેતા ભૌમિક સંપત કે જેમણે સદા અડ્ડા જેવી ફિલ્મો આપી છે, જે કલ્ટ હિટ સાબિત થઈ છે તે બે સફળ ગુજરાતી વેબસિરીઝ પછી ગુજરાતી સિનેમામાં પ્રવેશ કરી રહ્યો છે જેના માટે તેણે GIFA ખાતે "શ્રેષ્ઠ અભિનેતા ડેબ્યુ” પણ જીત્યો હતો. તેમજ આ ફિલ્મમાં નિર્દેશક, નિર્માતા, અભિનેતા પોતે સફળ રહ્યા છે. 3 મુખ્ય લીડ સિવાય ફિલ્મ ભગવાનમાં 12 અન્ય જાણીતા કલાકારો છે. સોનુ નિગમ, નકાશ અઝીઝ અને દિવ્યા કુમાર જેવા ટોચના બોલિવૂડ ગાયકોએ પ્લેબેક કર્યું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement